શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગ યાત્રાધામ અંબાજી ગુજરાત રાજસ્થાનની સરહદ પર આવેલું છે, અંબાજી ખાતે મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે ત્યારે અંબાજી ખાતે વહીવટદાર ની હાજરીમાં શુક્રવારે અંબાજીના વેપારીઓની મીટીંગ યોજાઈ હતી અને વહીવટદાર દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે ગ્રાહકોને છેતર્યા તો પાસા જેવી કલમ લાગશે પણ વહીવટદારની સૂચનાનું કેટલાક વેપારીઓ પાલન કરતા નથી અને માત્ર 2 દિવસ બાદ દર્શન કરવા આવતા માઇભક્તને પ્રસાદ ના વેપારીએ કાચું બિલ આપતાં ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ફરીયાદ નોંધાઇ છે.
અંબાજી મંદિરના વહીવટદાર ના કડક આદેશો નું હજી સુધી કેટલાંક વેપારીઓ પાલન કરતા નથી અને હજુ પણ ગ્રાહકોને દર્શનના બહાને ખોટા રસ્તે લઈ જવાના બનાવો વધવા પામ્યા છે, ત્યારે અંબાજી ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા યાત્રિક ની ફરીયાદ લઈને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
@@ ટીમો ચેકીંગમા નિકળી અને કેટલાંક વેપારીઓ દુકાન બંદ કરી જતા રહ્યા@@
અંબાજી ખાતે આજે રવિવાર હોઈ ભારે ભીડ ના પગલે વહિવટી તંત્ર ના આદેશ બાદ સવારે 11 વાગે કેટલીક ટીમો દુકાનો મા ચેકીંગ કરવાં આવતા મંદીર પાછળ ની કેટલીક દુકાનો દુકાનદારો બંદ કરી જતા રહ્યા હતા, અંબાજી ના લોકોની મુખ્ય માંગ છે કે આવી ટીમો દ્વારા રોજે રોજ ચેકીંગ હાથ ધરવામાં આવે.
@@ મોડીરાત્રે અને વહેલી સવારે એજન્ટો ઊભા રહેવાની ફરિયાદો ઊઠી@@
અંબાજી ખોડીવડલી સર્કલ પર મોડીરાત્રે અને વહેલી સવારે એજન્ટો ઊભા રહી અંબાજી આવતાં લોકોને હજુપણ છેતરી રહ્યાં છે, અંબાજી ખાતે જગ્યા જગ્યા ઓનલાઇન કેમેરા લાગેલા છે જીલ્લા પોલીસ વડા કેમેરા જોઈને એક્શન લે અને અંબાજી પોલીસને કડક કાર્યવાહી કરવાના આદેશ આપે. અંબાજી ખાતે અલગ અલગ દુકાનો વાળા છે પણ તેવો એજન્ટ ઊભા રાખતા નથી. અંબાજી આવતાં માઇ ભક્તો ને કડવો અનુભવ થાય કે પ્રસાદનું વધુ બિલ લેવાય તો ગ્રાહક સુરક્ષા મંડળ નો સંપર્ક કરે.
@@ આજે બનેલો ઘટનાક્રમ, ગ્રાહક ની રજુઆત @@
ફરિયાદી
કલ્પેશ કુમાર અરવિંદભાઈ
જયસ્વાલ
ગામ પાનસર
તા.કલોલ જિલ્લો. ગાંધીનગર
સામેવાળા
રાજુભાઇ હેમાજી વણઝારા
શક્તિદ્વાર સામે
અંબાજી
અમો ને ઈશારા કરી અમારી ગાડી પોતાની દુકાન સામે રોડ પર પાર્ક કરાવી. ચાંદી નું છત્ર છે એમ કહી છત્ર આપેલ.કિંમતી છે એમ કહી ચૂંદડી આપેલ ..અને મંદિર બંધ થાય છે એમ કહી દોડાવેલ ..જોકે મને શંકા જતા મંદિર પરિસર માં આવેલ ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર માં પૂછપરછ બાદ ફરી વેપારી પાસે જઈ ચાંદી ના છત્ર નું બિલ અને ગેરંટી કાર્ડ માંગતા તે આપવાની ના કહી.. અને મને 873 રૂપિયા ની વેપારીની દુકાન ના નામ સરનામાં વગર ની કહેવાતા બિલ પેટે પાવતી આપેલ જોકે આ બાબતે મને છેતરાયો હોવાની લાગણી થતા.. ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર માં જાહેર જનતા ના હિત માં દાંતા તાલુકાના બે નાયબ મામલતદાર ની ઉપસ્થિતિ માં ફરિયાદ લખાવેલ છે..