શકિત ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. હાલમાં કોરોના કહેર ઓછો થતા લોકો બહાર આવી રહ્યાં છે અને સાથે સાથે ચોક્કસ પણે કહી શકાય કે રાજકીય નેતાઓ પણ હવે મુલાકાતો, યાત્રાઓ અને સભા, કાર્યક્ર્મ કરી પોતાના પક્ષ ને મજબૂત કરવાના પ્રયાસો કરી રહ્યાં છે ત્યારે આજે સાંજે અંબાજી મંદિર ખાતે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈસુદાન ગઢવી, વિજય સુવાળા સહિતના નેતાઓ માં અંબા ના દર્શન કરવા આવી પહોંચ્યા હતા અને અંબાજી ખાતે ઈસુદાન ગઢવી ભાજપ પાર્ટી પર મોટા પ્રહારો કર્યા હતા.
અંબાજી ખાતે જન સંવેદના યાત્રા ના સમાપન કાર્યક્ર્મ મા આજે સાંજે અંબાજી મંદિર ના દર્શન માટે આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકરો આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમણે વીઆઇપી પ્લાઝા થી ચાલતા ચાલતા ગર્ભગૃહ ની બહાર ઊભા રહીને માતાજીનાં દર્શન કર્યા હતા અને ત્યારબાદ માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજ ના આશીર્વાદ લીધા હતા સાથે સાથે તેમને અંબીકેશ્વર મહાદેવ ખાતે જળ અર્પણ કર્યું હતું ત્યારબાદ તેમને મીડિયા સમક્ષ નિવેદન આપી ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા.
@@ મંદીરના સફાઇ કામદારોએ આપ નેતાઓ સાથે ફોટા પડાવ્યા @@
અંબાજી મંદિર ખાતે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈસુદાન ગઢવી અને વિજય સુવાળા સાથે ફૉટા પડાવ્યા હતા અને પોતાના મંતવ્યો રજૂ કર્યાં હતા, મોટી સંખ્યામાં સફાઇ કામદારોએ ઈશુદાન ગઢવી નું સ્વાગત કર્યું હતું અને સફાઇ કામ કરતી બહેનોએ આશીર્વાદ આપ્યાં હતાં.
@@ નકલી અઘિકારીઓ 7 નંબરથી ડાયરેક જઈ વીઆઇપી દર્શન કરે પણ આપ નેતાઓ માટે અલગ નિયમ કેમ ?@@
13 જુલાઈના રોજ અંબાજી મંદિર ખાતે પ્રમોદ રાય અને તેની સાથેના 5 લોકો 7 નંબર ગેટ પર થી ડાયરેક પ્રવેશ કરી પીએમઓ ઑફિસમા સલાહકાર સમિતિ મા હોવાનું કહીને અંબાજી મંદિર ના ગર્ભગૃહ મા વીઆઈપી દર્શન કર્યા હતા અને અંબાજી મંદિર ના ટેમ્પલ ઇન્સ્પેક્ટર આવા અઘિકારીની ખરાઈ કરી હતી નહી પણ છેવટે સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે સત્ય હકીકત બહાર આવતાં છેક 13 દીવસ બાદ અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.
નવાઈની વાત એ છે કે જેને વીઆઇપી દર્શન નો પાસ આપ્યો તેને જ ફરિયાદી બની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી, તો અંબાજી મંદિર ટ્રસ્ટ ટેમ્પલ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ કેમ કોઇ કાયૅવાહી કરી નહી?
અંબાજી ખાતે ભાજપ અને કોંગ્રેસ ના નાના નાના કાર્યકરો અને અમુક કહેવાતા નેતાઓ 7 નંબર થી આસાનીથી જતાં રહે છે પણ આ ગેટ થી અંબાજી ના સ્થાનિક લોકો ને પ્રવેશ આપવામા આવતો નથી જે ગંભીર બાબત છે
ઈસુદાન ગઢવી કરતા નાના નાના નેતાઓ બીજી પાર્ટી ના આરામથી વીઆઇપી દર્શન કર્યા હોવાના પુરાવા છે, આજે વરસાદી માહોલ હોવા છતાં 7 અને 9 નંબર ગેટ ખુલ્લા હોવા છતાં આપ નેતાઓ ને છેક શક્તિદ્વાર થી અંબાજી મંદિર સૂધી ચાલતા આવવું પડ્યું હતું જે બાબત હાલ ચર્ચાસ્પદ બની છે.
રિપોર્ટ બાય પ્રહલાદ પૂજારી અંબાજી