💫 પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા,પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતા-ફરતા આરોપીઓને પકડવાની સખત સુચના આપવામાં આવેલ.
💫 ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો પેરોલ જમ્પ તથા નાસતા-ફરતા આરોપીઓ પકડવા અંગે તળાજા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન તળાજા પો.સ્ટે.નાં વેળાવદર ગામના પાદર પાસે આવતા પો.કોન્સ.અરવિંદભાઇ બારૈયાને બાતમી મળેલ કે,તળાજા પો.સ્ટે. ગુ.ર.ન.૧૧૧૯૮૦૫ ૩૨૦૦૧૩૨/૨૦૨૦ પ્રોહી.એકટ કલમઃ-૬૫ એઇ,૧૧૬(બી),૮૧ તથા ભાવનગર શહેર, ઘોઘા રોડ પો.સ્ટે. ૧૯૦૫/૨૦૨૦ પ્રોહી.એકટ કલમઃ- ૬૫ એ,ઇ,૧૧૬(બી),૮૧ તથા અન્ય પો.સ્ટે.નાં ગુન્હાઓમાં નાસતાં ફરતાં આરોપી ગોપાલભાઇ સુખાભાઇ બારૈયા રહે.સથરા તા.તળાજા જી.ભાવનગરવાળો વાદળી કલરનો આખી બાયનો શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે. જે હાલ ભાવનગર,મહુવા રોડ, તળાજા તાલુકાના વેળાવદર ગામના પાટીયે રોડ પાસે ઉભો છે. જે હકિકત આધારે હકિકતવાળી જગ્યાએ આવતાં ઉપરોક્ત વર્ણનવાળો ગોપાલભાઇ S/O સુખાભાઇ ભાઇશંકરભાઇ બારૈયા ઉ.વ.૨૯ ધંધો-મજુરીકામ રહે.સથરા તા.તળાજા.જી.ભાવનગરવાળો હાજર મળી આવેલ.તેને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે તેને તળાજા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.
💫 આમ, ભાવનગર જિલ્લાનાં તળાજા, ઘોઘા રોડ, દાઠા, અલંગ મરીન તથા શિહોર પોલીસ સ્ટેશનનાં કુલ-૦૯ ઇંગ્લીશ દારૂનાં ગુન્હાઓમાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેવામાં એલ.સી.બી.,ભાવનગરને સફળતા મળેલ છે.
💫 આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ.શ્રી વી.વી.ઓડેદરા,પોલીસ ઇન્સ. શ્રી, એન.જી. જાડેજા નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફનાં પો.હેડ.કોન્સ. મહિપાલસિંહ ગોહિલ, મહેન્દ્દભાઇ ચૌહાણ, નરેશભાઇ બારૈયા, ભરતભાઇ ગઢવી પો.કો. અરવિંદભાઇ બારૈયા, જયદિપસિંહ ગોહિલ તથા ડ્રાયવર સુરૂભા ગોહિલ તથા બ્રિજરાજસિંહ ગોહિલ વિગેરે માણસો જોડાયા હતાં.