ગુજરાત નું લોકપ્રિય શક્તિપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી દેશનું 51 શક્તિપીઠ મા આધ્યશકિત પીઠ તરીકે ઓળખાય છે. કોરોના કેસો મા સતત ઘટાડો થતાં ભક્તો માતાજીનાં દર્શન કરવા ઘર બહાર નિકળી પોતાનાં ઘરો થી “બોલ મારી અંબે જય જય અંબે” ના નાદ સાથે અંબાજી તરફ સતત પ્રયાણ કરી રહ્યા છે ત્યારે કોરોનાની ત્રીજી લહેર ને પગલે સતત બીજાં વર્ષે અંબાજી ખાતે ભાદરવી મહાકુંભ સ્થગીત થાય તેવા અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યાં છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી ભાદરવી મહાકુંભ યોજાવા બાબતે કે રદ કરવા બાબતે કોઈજ પ્રેસ રિલીઝ કરવામાં આવી નથી. અંબાજી ખાતે 7 દીવસ યોજાનારા ભાદરવી મહાકુંભ ખાતે અંદાજે 30 થી 32 લાખ ભક્તો પગપાળા સંઘ લઈને અને વાહનો દ્વારા આવતાં હોય છે પણ સતત બીજાં વર્ષે દેવસ્થાન ટ્રસ્ટ તરફથી ભાદરવી મહાકુંભ ની કોઈજ પ્રારંભીક તૈયારી શરૂ કરવામાં આવી નથી અને ભાદરવી મહાકુંભ ને હવે ગણતરી ના દિવસો બાકી છે ત્યારે ટ્રસ્ટ તરફથી સતાવાર માહીતી આવનારા દિવસોમાં આપવામાં આવશે, કોઈપણ માઈ ભકતો એ ખોટી અફવા મા આવવું નહી.
અંબાજી રાખડી પૂનમ થી આજદિન સુધી અંબાજી તરફ આવતાં વિવિઘ માર્ગો પર ભક્તો નાચતા નાચતા ” બોલ મારી અંબે જય જય અંબે ” ના નાદ સાથે સંઘો અને હાથ મા ધજા લઈને આવી રહ્યાં છે,ત્યારે આજદિન સુધી અંદાજે 130 જેટલાં નાના મોટા સંઘો દર્શન કરીનેપરત ઘરે પહોંચી ચૂક્યા છે. હાલમાં કોઈજ સેવા કેમ્પ અંબાજી તરફના માર્ગો પર જોવાં મળતાં નથી પણ તેમ છતાંય માઇ ભક્તો ની “માં” પ્રત્યેની આસ્થા વિવિઘ માર્ગો પર જોવાં મળી રહી છે. હાલમાં માઇ ભકતો નો નાદ અરાવલી ની ગિરિમાળાઓ મા સાંભળવા મળી રહયો છે. મંદિર ટ્રસ્ટ તરફથી જણાવવામાં આવ્યું છે કે આવનારા દિવસોમાં મંદિર બંદ રહેશે તેવી કોઈપણ જાહેરાત ટ્રસ્ટ તરફથી કરવામાં આવી નથી અને ભાદરવી મહાકુંભ યોજાવા બાબતે રાજ્ય સરકાર ની સુચના બાદ ભકતોને જાણ કરવામાં આવશે.
રાજેશ્રી પી પૂજારી અંબાજી