અમદાવાદ, સંજીવ રાજપૂત: હાઇવે પર બાઇકોના થતા અકસ્માત રોકવા અને ડ્રાઇવિંગ સમયે હેલ્મેટ પહેરવાનો ઉત્તમ સંદેશ આપતા એક બાઇક રેલીનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું..
હાલના સમયમાં હાઇવે પર અને શહેરમાં ઘણા અકસ્માતો બાઇકના થતા જોવા મળે છે જેને પરિણામે પોતાના સ્વજનોના જીવ ગુમાવવાનો વારો આવે છે ત્યારે આજે બાઇક પર પોતાની સલામતી કેટલી જરૂરી છે તે સમજી શકાય છે.
અમદાવાદના મોટેરા ખાતે 100 જેટલા યુવક યુવતીઓ દ્વારા બુલેટ દ્વારા એક બાઇક રેલીનું આયોજન કરાયું હતું જેનો ઉદ્દેશ ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાની યુવાઓને અપીલ કરવામાં આવી હતી.
મોટેરા થી શરૂ થઈ આ રેલી ગાંધીનગર ખાતે 50 કિમીના અંતરમાં પૂર્ણ થઈ હતી અને જેમાં આશરે 100 જેટલા યુવક-યુવતીઓ જોડાયા હતા. સવારે 7 વાગે આ રેલીની શરૂઆત થઈ હતી જેને ભાજપના કોર્પોરેટર દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
જો આજનું યુવાધન તમારી સલામતી માટે એક ઉત્તમ અને સરાહનીય કાર્યને ઓપ આપતું હોય તો તમારી પણ એક નાગરિક તરીકે હેલ્મેટ ફરજિયાત પહેરવાની ફરજ પડે છે. યાદ રાખજો તમારા ઘરેથી નીકળ્યા બાદ તમારા સ્વજનો તમારા પરત ફરવાની રાહ જોતા હોય છે. આ તમામ યુવાધનના સરાહનીય કાર્યને સલામ છે.