અમદાવાદ, સંજીવ રાજપૂત:
અમદાવાદ ખાતે નવરાત્રીની આઠમે ભાવિન સુરેશચંદ્ર શાહ અને તેમના પરિવારે 58 જેટલા સિનિયર સીટીઝન લોકોને સન્માનિત કરી સમાજમાં અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આજનો યુગ એટલો ઝડપી આગળ વધી રહ્યો છે અને ખાસ કરી બાળકો તેમના માતાપિતાને તરછોડી વૃદ્ધાશ્રમ ખાતે મૂકી આવે છે તેવા લોકો માટે અમદાવાદના ભાવિન શાહ અને પરિવારે લપડાક મારતા સમાજમાં એક અનેરું ઉદાહરણ આપ્યું છે.
વાત કરીએ તો ઘાટલોડિયા ખાતે આવેલ નિર્માણ કોમ્પ્લેક્ષમાં રહેતા ભાવિન શાહની જેમણે નવરાત્રીમાં આઠમના રોજ મળેલ આરતીના લાહવાને સ્વીકારતા તેની સાથે સાથે ફ્લેટમાં રહેતા 61 વર્ષની ઉપરના તમામ વૃદ્ધ લોકોનું માં જગદંબાની મહાઆરતી સાથે સાથે સન્માનનો વિચાર લાવી તેને પૂર્ણ કરી સમાજ માટે ઉત્તમ કાર્યનું ઉદાહરણ આપ્યું.
તમામ 58 જેટલા સિનિયર સિટીઝનને એક છત નીચે એકત્ર કરી તેઓને રજવાડી સાફા પહેરાવવામાં આવ્યા અને ત્યારબાદ દીવાઓ સાથે મહાઆરતી કરવામાં આવી હતી. આરતી બાદ આ પરિવાર દ્વારા ઉપસ્થિત તમામ વડીલ વૃદ્ધોનું શાલ ઓઢાડી અને ગિફ્ટ આપી સન્માનિત કરતા આશીર્વાદ મેળવ્યા હતા. તો બીજી તરફ તમામ સિનિયર સીટીઝન દ્વારા પણ આ પરિવારને અઢળક આશીર્વાદ પાઠવ્યા હતા અને આ વિચાર દ્વારા કરવામાં આવેલ કાર્યને ઉત્તમ ગણાવી સરાહના કરવામાં આવી હતી.
ભાવિન ભાઈ શાહે જણાવ્યું હતું કે મને માતાજીની આઠમની આરતીનો લહાવો મળ્યો અને આજે હું પોતે 60 વર્ષ ઉપરની ઉંમર ધરાવું છું ત્યારે આ સમયે હું એ 61 વર્ષીય ઉપરના વિવિધ વડીલો જેઓ જીવનની અનેક મુશ્કેલીઓમાંથી પસાર થયા છે તેઓનું પણ સન્માન કરું તે વિચારે મને આ કાર્ય માટે પ્રેરિત કર્યો અને મારા પરિવારએ આમાં સાથ આપતા તે વિચારને અમલમાં મુકવામાં આવ્યો હું અને મારો પરિવાર ખૂબ જ આનંદ અનુભવીએ છીએ કે અમો થકી આજે અમે સિનિયર સિટીઝનોનું સન્માન કરી તેમને એક અનેરી ખુશી પ્રદાન કરી છે અને એમના અઢળક આશીર્વાદ પણ મેળવ્યા.