અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ શહેરમાં ઓટો રીક્ષા/કેબ/ટેક્ષીમાં મુસાફરી કરતા નાગરીકો સાથે છેતરપીડી, ખીસ્સા કાતરવા, મોબાઇલ ચોરી અન્ય કિમતી સામાનની ચોરી, ચીલઝડપ, લુંટ/ધાડ, મહીલા/બાળકોની છેડતી અને અપહરણ જેવા ગંભીર પ્રકારના બનાવો ના બને તે માટે રીક્ષા ચાલકો માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી. એસ.મલિક દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.
પોલીસ કમિશ્નરના જાહેરનામાં મુજબ. અમદાવાદ શહેરની હદ વિસ્તારમાં ચાલતી તમામ ઓટો રીક્ષા/કેબ/ટેક્ષીમાં મુસાફરી કરતાં મુસાફરો સહેલાઇથી જોઇને વાંચી શકે તે રીતે વાહન ચાલકની સીટની પાછળના ભાગે વાહન નંબર, વાહન માલિકનું નામ તેમજ અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલના નંબરો અને હેલ્પલાઈન નંબરો ફરજીયાતપણે ઓઇલ પેઇન્ટ કે કાયમી માર્કર પેન દ્વારા (એક વાર લખ્યા પછી ભુસાંય નહી તે પ્રકારનું લખાણ) લખવા એ બાબત જણાવવામાં આવી છે.
આ સંદર્ભમાં અમદાવાદની સાબરમતી પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતી રીક્ષાઓને ડિટેઈન કરવા સ્પેશ્યલ ડ્રાઈવ હાથ ધરાઈ હતી. જેમાં સાબરમતી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર એચ. એન. પટેલ અને તમામ પીએસઆઈ તેમજ પોલીસ મોટા કાફલા સાથે ડ્રાઈવમા જોડાઈ હતી.
જેમાં સાબરમતી વિસ્તાર હેઠળ આવતા તમામ રસ્તાઓ ઉપર રીક્ષા ડ્રાઈવરોને રોકી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ડ્રાઈવમા સાબરમતી પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરી આશરે 50 થી વધુ રીક્ષાઓ ડિટેઈન કરી ખુબજ પ્રસંશનીય કામગીરી કરવામાં આવી હતી.
આમેય પોલીસ કહી કહી થકી જાય કે સમય આપે પ્રજા ક્યારેય સુધરવાની છે નહીં છેવટે ન ઇચ્છતા પોલીસ દ્વારા પ્રજા માટે જ આવવા સખત પગલાં ભરવામાં આવે છે છતાંય પ્રજા અને ચાલકો નિયમોને અનુસરતા નથી જે ખરેખર દુઃખની વાત કહી શકાય.