અમદાવાદ, સંજીવ રાજપૂત: ભારતના પ્રધાનમંત્રી દ્વારા ૨૦૧૯માં શરૂ કરવામાં આવેલ ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અન્વયે તથા જેલોના વડા ડૉ. કે. એલ. એન. રાવ, ડીજીપીની સુચના મુજબ “Sunday on Cycle” કાર્યક્રમનું અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સવારના 7 કલાકે આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જેલ અધિક્ષક ગૌરવ અગ્રવાલ, નાયબ અધિક્ષક પી.આઈ.સોલંકી, જે.એસ.ચાવડા તથા જેલના તમામ સિનિયર જેલર ગૃપ-૧, જેલર ગૃપ-ર તથા તમામ સરકારી કર્મચારીઓએ આ રેલીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
અમદાવાદ મધ્યસ્થ જેલના આશરે ૨૫૦ થી ૩૦૦ અધિકારી/કર્મચારીઓએ અમદાવાદ મધ્યસ્થ જેલ વિભાગ-૧ થી ગાંધી આશ્રમ સુધી સાયકલ રેલીમાં ભાગ લીધો હતો.
આ કાર્યક્રમના અંતે જેલ અધિક્ષક ગૌરવ અગ્રવાલ દ્વારા તમામ અધિકારી/કર્મચારીઓને “Sunday on Cycle” ફક્ત એક દિવસ પુરતો ન ગણી રોજિંદા જીવનમાં શારીરિક વિવિધ પ્રવૃત્તિઓ અને કસરતો તેમજ યોગાનો સમાવેશ કરી શારીરીક તથા માનસિક સ્વાસ્થ્ય જાળવવા જણાવ્યું હતું.