અમદાવાદ, સંજીવ રાજપૂત: હાલ જે રીતે અકસ્માતના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે તેમાં પણ ટ્રાફિક અને સ્થાનિક પોલીસ દ્વારા સતત જાણકારી આપવા છતાંય અમદાવાદ શહેરના લોકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા જોવા મળે છે અને પરિણામે પોલીસને સખત બનવું પડે છે.
અમદાવાદ શહેર વાડજ પોલીસ દ્વારા અખબાર નગર અને પલક ચાર રસ્તા ખાતે નાકાબંદી કરી તમામ વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં વાડજ પીઆઇ સી જી જોશી, એએસઆઈ શેખ, પોલીસ કર્મીઓ નિલેશભાઈ, રમેશભાઈ સહિત વાડજ પોલીસ સ્ટાફનો કાફલો આ ડ્રાઈવમાં જોડાયો હતો.
વાહનોને લાગેલ બ્લેક ફિલ્મ ધરાવતી ફોર વહીલર, લાયસન્સ વગરના, નંબર પ્લેટ વગરના, હેલ્મેટ વગરના વાહન ચાલકોનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને દંડનીય જાણવા મળતા તેમને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
પોલીસ દ્વારા આપની જિંદગીની સુરક્ષા અને જીવ ન જાય તે માટે વારંવાર અનેક જાહેરાતો, કેમ્પ આયોજિત કરી લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જણાવતી હોય છે ત્યારે એક સક્રિય નાગરિક તરીકે આપણે પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું ફરજ બને છે. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આ વાત સર્વે માટે ખરેખર ઘણું ખરું કહી જાય છે. તો ટ્રાફિકના નિયમોનું પાલન કરો અને પોતાને સુરક્ષિત રાખો.