Ahmedabad

અમદાવાદની સિવિલ હોસ્પિટલને મળ્યું ૧૦મું સ્કિન ડોનેશન. ઘરે જઇ મેળવવામાં આવેલ ચોથુ સ્કીન દાન

અમદાવાદ, સંજીવ રાજપૂત; સિવિલ હોસ્પિટલમાં આજે ૧૦મું સ્કિન ડોનેશન થયું છે ઘરે જઇને સ્કિન ડોનેશન મેળવવામા આવ્યું હોવાનો આ ચોથો કિસ્સો છે. સિવિલ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા ડૉ. જયેશ સચદેએ વિગતો આપતા જણાવેલ કે, તા. ૧૯/૦૩/૨૦૨૫ ના રોજ રાત્રે ૧૨ કલાકે સિવિલ હોસ્પિટલના સ્કીનબેંકના હેલ્પલાઇન નંબર ઉપર કોલ આવ્યો. પારેવડા ગ્રુપ દ્વારા અમદાવાદ શહેરના નવા નરોડા વિસ્તારમાં ૯૭ વર્ષના ચંપાબેન નારાયણભાઇ પટેલ અવસાન પામતા તેમના દીકરા કિરીટભાઇની સંમતિથી સ્કિન ડોનેશન માટે કૉલ આવતાં તરત જ સ્કીન બેંક ના ડોક્ટરો ની ટીમ દાતા ના ઘરે પહોંચી બરડા ના ભાગે થી ચામડી મેળવી હતી.

આ સાથે તારીખ ૧૮.૦૩.૨૫ ના રોજ સિવિલ હોસ્પિટલના બર્ન્સ વોર્ડ માં દાખલ એક દર્દી ને સ્કીન બેંક માં આ રીતે મળેલ ત્વચા નો ઉપયોગ કરી તેના ઘા ની પ્લાસ્ટીક સર્જરી કરવામાં આવી હતી.

ડૉ.. સચદે એ વધુ માં જણાવેલ કે દાનમાં મળેલ ચામડી બાયોલોજીકલ સ્કીન ડ્રેસિંગ તરીકે કામ કરે છે અને આગળ જતા બીજાની લગાવેલ ચામડી નીકળી જાય છે અને કુદરતી રીતે ફરીથી નવી ચામડી બનવા નો સમય મળી રહે છે.દાઝ્યા બાદ શરુઆત ના સમય માં થતા શરીર માંથી પ્રોટીન વહી જવાના તેમજ ચેપ લાગવાના કોમ્પ્લીકેશન ને અટકાવી શકાય છે.સિવિલ હોસ્પિટલ અમદાવાદ માં સ્કીન બેંક ખુલ્યા બાદ અત્યાર સુધીમાં થયેલ આ ૧૦ મુ સ્કીન દાન છે તેમજ ઘરેથી મેળવેલ ૪થુ સ્કીન દાન છે તેમ સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષી એ જણાવ્યું હતુ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય મંત્રીના હસ્તે ‘મા વાત્સલ્ય’ મધર્સ મિલ્ક બેંકનું ઉદ્ઘાટન કરાયું

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના…

અમદાવાદમાં વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૫નો ભવ્ય પ્રારંભ

અમદાવાદ, સંજીવ રાજપૂત: કેન્દ્રીય રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ અમદાવાદમાં…

અમદાવાદ ખાતે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી વિદેહ…

1 of 24

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *