અમદાવાદ, સંજીવ રાજપૂત: ‘ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશન’ અંતર્ગત જિલ્લા જળ અને સ્વચ્છતા મિશનની બેઠકનું આયોજન અમદાવાદ જિલ્લા સેવા સદન ખાતે કરાયું હતું.
આ બેઠકનું આયોજન અમદાવાદ કલેક્ટર સુજીત કુમારના અધ્યક્ષસ્થાને કરાયું હતું. જેમાં સ્વચ્છ ભારત મિશન અને જલ-જીવન વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાથેજ સ્વચ્છતાને ધ્યાન રાખીને ગ્રામ પંચાયતોમાં શૌચાલય બનાવવા અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, સભ્ય સચિવ તેમજ અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.