Ahmedabad

અમદાવાદ જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે 500 ટીબીના દર્દીઓને પોષણક્ષમ કિટનું વિતરણ કરાયું

અમદાવાદ, સંજીવ રાજપૂત: ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ટીબીના દર્દીઓને પોષણક્ષમ કિટનું વિતરણ કરાયું હતું.

અમદાવાદ જિલ્લા ક્ષય કેન્દ્ર અને આર.કે. એચ.આઈ.વી. એઇડ્સ રિસર્ચ તથા કેર સેન્ટરના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં 500 જેટલા ટીબીના દર્દીઓને પોષણક્ષમ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શૈલેષ પરમારના અધ્યક્ષતામાં અને જિલ્લા ક્ષય અધિકારી ડો.ચિરાગ ધુવાડના માર્ગદર્શનમાં આ આયોજન કરાયું હતું.

ટીબીના દર્દીઓને પોષણયુક્ત આહાર મળી રહે તે હેતુથી ન્યુટ્રિશન કિટનું વિતરણ કરાયું હતું. આ સાથે દર્દીઓને ટીબી રોગ વિશે તથા તેની સારવાર વિશે સંપૂર્ણ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું તથા નિયમિત તપાસ કરાવી સંપૂર્ણ સારવાર પૂર્ણ કરવા માટે પણ ભાર મૂક્યો હતો.

વધુમાં ટીબીના દર્દીઓને નિક્ષય પોષણ યોજના અંતર્ગત સરકાર તરફથી મળતી સહાય વિશે પણ માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં આર.કે. એચ.આઈ.વી. એઇડ્સ સેન્ટરના નિયામક વિશાલસિંહ, પ્રોજેક્ટ હેડ ધનંજય શર્મા તથા રાજ્ય ક્ષય નિદર્શન અને તાલીમ કેન્દ્રના નિયામક ડો.મહેશ કાપડિયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વસ્ત્ર મંત્રાલયના સહિયારે અમદાવાદમાં રિવર ફ્રન્ટ ખાતે હેન્ડલૂમ એક્સપોનું કરાયું ભવ્ય આયોજન

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ ખાતે વસ્ત્ર મંત્રાલય ના સહયોગે ભારતીય…

રાજ્યના મહાનગરોમાં આજથી બે દિવસીય “મિલેટ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬”નો પ્રારંભ થશે

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવનો કૃષિ મંત્રી…

અમદાવાદમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા મહિલા રમતવીરોનું ભવ્ય સન્માન કરાયું

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત (SJAG)…

નવા વાડજ ખાતે મેયર પ્રતિભાબેન જૈનના વરદ હસ્તે “સ્વ. વિનુભાઇ વ્યાસ સિનિયર સિટિઝન પાર્ક”નું નામાભિધાન કરાયું

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પશ્ચિમ…

1 of 31

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *