Ahmedabad

અમદાવાદ-ગાંધીનગર મેટ્રો હવે સચિવાલય સુધી સેવાનો રવિવારથી પ્રારંભ થશે

અમદાવાદ: સંજીવ રાજપૂત: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) લિમિટેડે અમદાવાદ અને ગાંધીનગરના નાગરિકો માટે સુવિધાજનક પરિવહન સેવામાં ઝડપી ઉમેરો કર્યો છે.

મેટ્રો ટ્રેન સેવાને મોટેરા સ્ટેશનથી ગાંધીનગરના સચિવાલય સુધી લંબાવવામાં આવી છે. આ સાથે જ, આ રૂટ પર મુસાફરીને વધુ સુવિધાજનક બનાવવા માટે સાત નવા આધુનિક સ્ટેશનોનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. આ નવી સુવિધાનો શુભારંભ રવિવાર તા. ૨૭ એપ્રિલ, ૨૦૨૫ થી થશે.

હવેથી મેટ્રો ટ્રેન મોટેરાથી ઉપડીને કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, સેક્ટર-૧૦એ આ નવા સ્ટેશનોને જોડશે અને છેલ્લે ગાંધીનગરના સચિવાલય સુધી પહોંચશે. આનાથી અમદાવાદ અને ગાંધીનગરના આ વિસ્તારો વચ્ચે સીધી અને ઝડપી કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે.

સચિવાલય સુધી મેટ્રો સેવાનું વિસ્તરણ અને નવા સ્ટેશનોનો ઉમેરો એ સુગમ પરિવહનની દિશામાં એક આવકારદાયક પગલું છે. હવે વધુ લોકો મેટ્રો સેવાનો લાભ લઈ શકશે અને ટ્રાફિકની સમસ્યાથી રાહત મેળવી શકશે.

આ નવા રૂટ અને સ્ટેશનો પર ટ્રેનના સમયપત્રક વિશે વિગતવાર માહિતી વેબસાઇટ ..ihttps://www.gujaratmetrorail.com પર શનિવારથી ઉપલબ્ધ થશે.

મેટ્રો સેવાનું આ વિસ્તરણ માત્ર મુસાફરીને સરળ જ નહીં બનાવે પરંતુ પર્યાવરણની જાળવણીમાં પણ મદદરૂપ થશે. હવે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની મુસાફરી વધુ આરામદાયક અને ઝડપી બની છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આગામી તા.19 એપ્રિલના રોજ મોટેરા સ્ટેડિયમ અને સેક્ટર-1/ગિફ્ટ સિટી વચ્ચે મેટ્રો ટ્રેન સેવા સ્થગિત રહેશે

અમદાવાદ, સંજીવ રાજપૂત: હાલમાં, અમદાવાદ અને ગાંધીનગર (સેક્ટર-1/ગિફ્ટ સિટી) વચ્ચે…

1 of 15

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *