અમદાવાદ, સંજીવ રાજપૂત: મંગળવાર ના રોજ રાષ્ટ્રીય ભાજપા સમર્થન મંચ અને ભાજપના ગોતા વોર્ડના પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ દેસાઈ દ્વારા ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીના જન્મદિવસ નિમિત્તે સાંઈ ધામ, સોલા, અમદાવાદ ખાતે શ્રી બહુચર યુવક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ (ચાંદલોડિયાવાળા) ના આનંદ ગરબાનાના પાઠનું આયોજન કરવામાં આવેલ હતું
અને મુખ્યમંત્રી ના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગોતા વોર્ડના પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ દેસાઈ, રાષ્ટ્રીય ભાજપા સમર્થન મંચના ગુજરાત પ્રદેશના પ્રભારી રવિશ રામચંદાની, રાષ્ટ્રીય ભાજપા સમર્થન મંચના ગુજરાત પ્રદેશ મીડિયા અધ્યક્ષ રાજેન્દ્રભાઈ મિસ્ત્રી, સાઈધામ સોલાના ટ્રસ્ટી ગીરીશભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી ગોતા વોર્ડના હોદેદારઓ, ચાંદલોડિયા વોર્ડના હોદ્દેદારઑ, સિનિયર કાર્યકર્તાઓ તથા મોટી સંખ્યામાં આજુબાજુના વિસ્તારના લોકોએ આનંદ ગરબાના પાઠમાં હાજરી આપી હતી અને બહુચર મંડળ દ્વારા મુખ્યમંત્રીને જન્મદિવસનું ગાન ગાઈને શુભેચ્છાઓ પાઠવી હતી .