Ahmedabad

અમદાવાદ ખાતે દર્દીઓના આરોગ્યમાં સુખાકારી વધારા સાથે એમ્પાયર હોસ્પિટલનો ભવ્ય શુભારંભ

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદના દર્દીઓની આરોગ્ય સુખાકારીમાં વધારો કરવા અને આરોગ્યલક્ષી સારવાર અને સુવિધાને વધુ સરળ બનાવવા માટે 50 બેડની અધ્યતન એમ્પાયર હોસ્પિટલ નું ચોથા માળે, એમ્પાયર ડોક્ટર હાઉસ, કારગિલ પેટ્રોલ પંપ પાસે,
ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું

હોસ્પિટલનું ભવ્ય ઉદઘાટન કોઠારી પૂજ્ય ધર્મતિલક સ્વામી દ્વારા (BAPS સ્વામિનારાયણ મંદિર, અમદાવાદ) દ્વારા કરવામાં આવ્યું હતું. અગ્રણી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તરીકે, એમ્પાયર હોસ્પિટલ અત્યાધુનિક તબીબી પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કરીને આરોગ્યસંભાળ સેવાઓની વ્યાપક શ્રેણી અહીં ઉપલબ્ધ કરવામાં આવી છે. અનુભવી હેલ્થકેર પ્રોફેશનલ્સની સમર્પિત ટીમ અસાધારણ દર્દી કેન્દ્રિત સંભાળ પહોંચાડવા માટેના સહિયારા જુસ્સાથી સજ્જ છે.

50 બેડ ની બનેલી આ હોસ્પિટલમાં દવા અને ક્રિટિકલ કેર લેપ્રોસ્કોપિક અને જનરલ સર્જરી ઓન્કોસર્જરી, ગેસ્ટ્રોએન્ટેરોલોજી અને હેપેટોલોજી ઓર્થોપેડિક (આર્થ્રોસ્કોપી, સ્પોર્ટ્સ ઈન્જરી જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને ટ્રોમા સર્જરી) જેવા વિવિધ વિભાગો પણ આવેલા છે.

અહીં 24 X 7 અદ્યતન તબીબી અને સર્જિકલ સંભાળ ICU, ક્રિટિકલ કેર, HDU અને ડાયાલિસિસ સેન્ટર 2D ECHO GI, ડોપ્લર સ્ટડી અને સોનોગ્રાફી વર્સાણા એસેન્શિયલ R2 TMT-GE કાર્ડિયોસોફ્ટ V7 PFT ECG લેબોરેટરી સેવાઓ એન્ડોસ્કોપી, કોલોનોસ્કોપી અને ERCP 2 મોડ્યુલર ઓપરેશન થિયેટર (જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી માટે ક્લાસ100 ઓટી) 1 ક્લાસ 100 મોડ્યુલર ઓટી 1 લેપ્રોસ્કોપી ઓટી 24×7 પેથોલોજી, એમ્બ્યુલન્સ જેવી વિવિધ સેવાઓ મળી રહેશે વગેરે માહિતી ડોક્ટર ઘનશ્યામભાઈ બગેરીયા, ચેતનભાઈ ગાંધી દ્વારા આપવામાં આવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમવાદમાં ‘રાષ્ટ્ર નિર્માણના પ્રણેતા : સરદાર વલ્લભભાઈ પટેલ’ વિષય પર એક દિવસીય રાજ્ય સ્તરીય પરિસંવાદ યોજાયો

ગુજરાત પ્રાંતીય રાષ્ટ્ર્ભાષા પ્રચાર સમિતિ સંચાલિત મેનાબા બબાભાઈ પટેલ રાષ્ટ્રભાષા…

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયું ૨૨૬મું અંગદાન, બ્રેઈનડેડ મહિલાના અંગોથી 3 વ્યક્તિઓને મળશે નવજીવન

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: માનવતાના મૂલ્યોને ઉજાગર કરતી એક ઘટનામાં અમદાવાદ…

1 of 28

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *