અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક કચેરીના માર્ગદર્શન હેઠળ અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી ઘૂસણખોરોને પકડવા માટે અને તેમની અટકાયત કરવા માટે ધોલેરા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં રાત્રિના સમયે કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની અલગ અલગ ટીમ બનાવીને આ કોમ્બિંગનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ કોમ્બિંગમાં કોઈપણ વ્યક્તિની અટકાયત કરવામાં આવી નથી.
નાગરિકોની સલામતી અને સુરક્ષાના ભાગરૂપે કરવામાં આવેલી આ કોમ્બિંગમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસના તમામ પોલીસ સ્ટેશનના અને તમામ બ્રાન્ચના અધિકારીઓ હાજર હતા.