અમદાવાદ, સંજીવ રાજપૂત: શહેરમાં નાગરિકોની ભૂલ અને ટ્રાફિક નિયમોને સારી રીતે ન અનુસરતા અકસ્માતના કિસ્સામાં વધારો થતો જોવા મળે છે. સ્થાનિક પોલીસ સહિત શહેરની ટ્રાફિક શાખા દ્વારા પણ નાગરિકો વધુ સારી રીતે ટ્રાફિકના નિયમોને જાણે અને અનુસરે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે તેમ છતાંય જ્યારે નાગરિકો ભૂલ ઉપર ભૂલ કરે છે ત્યારે પોલીસ દ્વારા વિવિધ ડ્રાઈવ નું આયોજન કરવું પડે છે.
અમદાવાદ શહેર સાબરમતી પોલીસ દ્વારા ન્યુ રાણીપ રોડ ખાતે વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં હેલ્મેટ ન પહેરનાર, નંબર પ્લેટ વગરના વાહનો, બ્લેક ફિલ્મ લગાડેલ વાહનો, તોતિંગ અવાજ કરતા સાયલેન્સર ધરાવતા વાહનો ને ઝડપી મેમો આપવામાં આવ્યા હતા ક્યાંક ડિટેન પણ કરવામાં આવ્યા હતા.
આ ડ્રાઈવમાં સાબરમતી પીઆઇ એચ એન પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન કે રાવ, પીએસઆઇ એચ ડી રાવલ, તથા તમામ સાબરમતી પોલીસ સ્ટાફના પોલીસકર્મીઓ જોડાયા હતા અને વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો.