અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજસ્થાન યુવ મંચ અને શ્રી પ્રતાપ સેનાના અઘ્યક્ષ ભવાની સિંહ શેખાવત દ્વારા આયોજિત હિંદવા સૂર્ય મેવાડ મુકુટ મહારાણા પ્રતાપ સિંહજીની 485 વી જન્મ જયંતિ નિમિત્તે શાહીબાગ અંડર બ્રિજપાસે શ્રી મહારાણા પ્રતાપસિંહજીની પ્રતિમા ઉપર પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો,
આ મૂર્તિનું અનાવરણ દેશના લોકલાડીલા ગુજરાતના પનોતા પુત્ર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા એમના મુખ્યમંત્રી કાળમાં કરવામાં આવેલું, આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કર્ણાવતીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં કર્ણાવતી શહેરના નવનિયુક્ત અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ , શહેરના મેયર શ્રીમતી પ્રતિભા બેન જૈન, સાંસદ સભ્ય દિનેશ ભાઇ મકવાણા, પૂર્વ ગ્રહ ગ્રહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહજી જાડેજા, સાબરમતી ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ, અસારવા ધારાસભ્ય દર્શનાબેન વાધેલા, શાહપુર ધારાસભ્ય કોશિક ભાઈ જૈન , સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઇ દાણી, ડેપ્યુટી મેયર જતીન ભાઇ પટેલ, નેતા પક્ષ ગૌરાંગ ભાઈ પ્રજાપતિ, દંડક શીતલ બેન ડાગા , વિવિધ કમિટીઓના ચેરમૅનો જયેશભાઈ ત્રિવેદી, મુકેશભાઈ પટેલ, ભરતભાઈ કાકડીયા દિલીપભાઈ બગડીયા, કોર્પોરેટર મુકેશભાઈ મિસ્ત્રી શ્રીમતી આરતીબેન પંચાલ, શહેર મહામંત્રી ભૂષણભાઈ ભટ્ટ શહેર કોષાધ્યક્ષ અધ્યક્ષ મહેશભાઈ ઠક્કર, ગુજરાત અન્ય ભાષાભાસી સેલના સંયોજક અતુલભાઇ મિશ્રા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજા, અધ્યક્ષ રાજપૂત વિદ્યા સભાના અશ્વિન સિંહજી સરવૈયા, મહિલા અધ્યક્ષ રાજપૂત સમાજ શારદાબા જાડેજા પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ધર્મેન્દ્રભાઈ અરોરા અને તુલસીભાઈ પટેલે કર્યું હતું.