નાના ચિલોડામાં ટૂંક સમયમાં આયોજન, દીકરીઓના લગ્ન કરિયાવર સાથે વિનામૂલ્યે
અમદાવાદ (નાના ચિલોડા):
મધુકુંજ ફાઉન્ડેશન, નાના ચિલોડા (અમદાવાદ) દ્વારા ટૂંક સમયમાં સર્વજ્ઞાતિ શાહી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સમૂહ લગ્નોત્સવમાં આર્થિક રીતે જરૂરિયાતમંદ દીકરીઓના લગ્ન કરિયાવર સાથે વિનામૂલ્યે કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં જોડાવા ઇચ્છુક પરિવારોને તાત્કાલિક નોંધણી કરાવવા ફાઉન્ડેશન દ્વારા અપીલ કરવામાં આવી છે. સાથે જ સમાજના દાતાશ્રી અને સેવાભાવી મહાનુભાવોને આ પુણ્યકાર્યમાં દાતા તરીકે જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું છે.
મધુકુંજ ફાઉન્ડેશન વર્ષોથી ભૂખ્યાને ભોજન, મૂંગા જીવો માટે આહાર, વિધવા સહાય, શિક્ષણ અને મેડિકલ સહાય જેવા સેવાકીય કાર્યો કરી રહી છે. આગામી સમયમાં વૃદ્ધાશ્રમ અને ગૌશાળાનું લોકાર્પણ કરવાની પણ તૈયારી ચાલી રહી છે.
સમૂહ લગ્નોત્સવ દરમિયાન ગુજરાતના પ્રખ્યાત સિંગરો તથા માનનીય મહાનુભાવોની ઉપસ્થિતિ રહેશે અને દાતાઓનું જાહેર સન્માન કરવામાં આવશે.
વધુ માહિતી અને નોંધણી માટે સંપર્ક:
મધુકુંજ ફાઉન્ડેશન, નાના ચિલોડા – અમદાવાદ
ગ્રીષ્મા પંચાલ | 99783 90508
















