Ahmedabad

બિનઉપયોગી ખુલ્લા બોરવેલ બંધ કરવા બદલ શિક્ષકને સન્માનિત કરતા રાજ્ય શિક્ષણ મંત્રી પાનસેરિયા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: શિક્ષકો શૈક્ષણિક ફરજ અદા કરવાની સાથે સેવાકીય પ્રવૃતિઓમાં પણ સહભાગી થઇ રહ્યા છે તેમ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ જણાવી બિનઉપયોગી ખુલ્લા બોરવેલ બંધ કરવા બદલ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના સીઆરસી કોરડીનેટર દીપક સુથારને સન્માનિત કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, મંત્રી પાનસેરિયા દ્વારા જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ સમગ્ર ગુજરાતના શિક્ષકોને સેવાકીય કામગીરી કરવા માટે અપીલ કરવામાં આવી હતી. જે અંતર્ગત શિક્ષકોને પોતાની ફરજના સ્થળે કે આજુબાજુના વિસ્તારોમાં બિનઉપયોગી ખુલ્લા બોરવેલ બંધ કરવાનું તેમજ આ અંગે જાગૃતિ ફેલાવવાનું કામ કરવા જણાવવામાં આવ્યું હતું. ભૂતકાળમાં ખુલ્લા બોરવેલમાં નાના બાળકો પડી જવાની ઘટનાઓ ધ્યાને આવી હતી. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે મંત્રી દ્વારા આ સેવાકીય ઝુંબેશ ઉપાડવામાં આવી હતી.

મંત્રીએ આ સેવાકીય ઝુંબેશની કામગીરીમાં જોડાવવા રાજ્યમાં કલસ્ટરની શાળાઓમાં શિક્ષકોને ખેતરમાં કે આજુબાજુમાં ખુલ્લા બોરવેલ હોય તો તેને બંધ કરવા અને કોઈ દુર્ઘટના ન બને તે માટે કામગીરી કરવા જણાવ્યું હતું.
જે અંતર્ગત ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના જરાવત કલસ્ટરમાં આવેલ ૧૩ શાળાઓના ૨૧૨૯ વિદ્યાર્થીઓ, ૭૫ શિક્ષકો તેમજ વાલીઓ આ અભિયાનમાં જોડાયા હતા. આ કલસ્ટરના શિક્ષક દીપક સુથારે જુદા જુદા ગામમાં રૂબરૂ જઈને કુલ ૧૨ બોરને કોથળી કે લોખંડના ઠાકણાંથી બંધ કર્યા હતા.

આ સેવાકીય કાર્ય બદલ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ શિક્ષક દીપક સુથારને સન્માનિત કર્યા હતા. મંત્રીએ વધુને વધુ નાગરિકો પોતાના ક્લસ્ટરમાં બિનઉપયોગી ખુલ્લા બોરવેલ બંધ કરવાના અભિયાનમાં જોડાય તેવી વિનંતી પણ કરી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

22 જાન્યુઆરીએ મોડાસા ખાતે ભારતીય વાયુસેના ઇન્ડક્શન પબ્લિકિટી પ્રદર્શન વાહન કવાયતનું આયોજન યોજાશે.

સંજીવ રાજપૂત, અમદાવાદ: ભારતીય વાયુસેના દ્વારા એક ઇન્ડક્શન પ્રચાર અભિયાન…

અબોલ પક્ષીઓના જીવ બચાવી મુખ્યમંત્રીના કરુણા અભિયાનને સતત સાર્થક કરતું અમદાવાદનું સ્વાભિમાન ગ્રુપ

અમદાવાદ, સંજીવ રાજપૂત: ઉત્તરાયણના પર્વમાં પતંગ રસિકો માટે પતંગ ઉડાવવાનો અનેરો…

1 of 11

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *