અમદાવાદ, સંજીવ રાજપૂત: સામાન્ય નાગરિકોમાં પોલીસનો ભય જોવા મળતો હોય છે તેના બદલે આજે પોલીસ ભાગવા સ્વરૂપે જોવા મળી તા. 17/04/2025 ખોખરા વિસ્તારમાં અનુપમ સિનેમાની સામે શરણમ -50 માં આગ લાગવાનો બનાવ બન્યો હતો
જે બાબતે ખોખરા પોલીસની વનગાડી બનાવની નજીક હોય જેથી તેઓએ ટેલીફોનિક ખોખરા પોલીસ સ્ટેશન ના પી.આઈ એન એમ પંચાલને જાણ કરી હતી જે બાબતે ખોખરા પી.આઈની સૂચનાથી ખોખરા પોલીસના જવાનને અન્ય પોલીસ સ્ટેશનની હદમાં જઈને બનાવમાં કોઈપણ નાગરિકને નુકસાન ના થાય અને તેઓના જાનમાલને નુકસાન ના થાય અને તેના બચાવ માટે મૌખિક સૂચના આપી હતી
જે સૂચનાના આધારે ખોખરા પોલીસની ગાડીના ઇન્ચાર્જ પરેશભાઈ તથા જનકભાઈ દ્વારા શરણમ પાંચ અમરાઈવાડી વિસ્તારની હદમાં જઈ અને એક વ્યક્તિ જે લિફ્ટમાં ફસાયો હતો અને શ્વાસ લેવામાં ઘણી તકલીફ પડતી હતી તેને લિફટ ખોલી અને લિફ્ટમાંથી બહાર કાઢી અને જીવ બચાવવામાં આવ્યો હતો જે બાબતે ખોખરા પોલીસે ખૂબ સારી અને ઉમદા કામગીરી કરી બતાવી છે જે બદલ શહેર પોલીસને સલામ છે.