અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ ખાતે નારાયણા ગ્રુપ દ્વારા NSAT 2025 ની 20મી આવૃત્તિને લોન્ચ કરાઈ હતી જેમાં સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ₹51 કરોડની શિષ્યવૃત્તિ અને ઇનામોનો રેકોર્ડ બ્રેક સમાવેશ થાય છે.
અમદાવાદ ખાતે ૪૬ વર્ષની શૈક્ષણિક શ્રેષ્ઠતા સાથે ભારતની અગ્રણી શૈક્ષણિક સંસ્થા, નારાયણા ગ્રુપે અમદાવાદના નારાયણા કોચિંગ સેન્ટર ખાતે આયોજિત એક ભવ્ય સમારોહનું આયોજન કર્યું હતું જેમાં નારાયણા સ્કોલાસ્ટિક એપ્ટિટ્યુડ ટેસ્ટ (NSAT) 2025ની ૨૦મી આવૃત્તિ સફળતાપૂર્વક લોન્ચ કરી. આ ઘટના એટલા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ બની કારણ કે નારાયણા તેની અત્યાર સુધીની સૌથી મોટી અને સૌથી મહત્વાકાંક્ષી NSAT આવૃત્તિ સાથે પરત ફરી છે, જેમાં વિશેષ રીતે ₹50 કરોડની શિષ્યવૃત્તિ તથા ₹1 કરોડના રોકડ ઇનામ આપવામાં આવશે.
ગત 2 દાયકાઓથી ભારતભરમાં શૈક્ષણિક પ્રતિભાઓના સિંચન તથા માર્ગદર્શન બાદ NSAT 2025 યુવા વર્ગમાં શૈક્ષણિક તકો વધારવા માટે નારાયણાની પ્રતિબદ્ધતાનું પ્રતિનિધિત્વ કરે છે. શૈક્ષણિક સમુદાયના પ્રખ્યાત શિક્ષણવિદો, મીડિયા પ્રતિનિધિઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ અને નારાયણા ગ્રુપના અધિકારીઓ આ સીમાચિહ્નરૂપ ઘટનાના સાક્ષી બન્યા તથા આ લોન્ચ સમારોહને જબરદસ્ત પ્રતિસાદ આપ્યો.