અમદાવાદ, સંજીવ રાજપૂત એબીએનએસ: અમદાવાદ ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ નૂતન ઈંગ્લીશ સ્કુલ દ્વારા સ્કૂલના વિદ્યાર્થીઓ માટે અનેરો વિન્ટર કાર્નિવલ યોજવામાં આવ્યો હતો.
આ કાર્નિવલમાં ધોરણ 6 થી 12 સુધીના આશરે 200 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા અને વિવિધ ગેમ્સ દ્વારા આ કાર્નિવલને ઉજવ્યો હતો. જેમાં બાળકો દ્વારા નક્કી કરવામાં આવેલ ગેમ્સમાં ડબ્બામાં 10 પ્રકારના કઠોળ મિક્ષ કરી 30 સેકન્ડમાં આંખે પટ્ટી માત્ર હાથના સ્પર્શથી તે કઠોળને ઓળખી પાડવાની ગેમ્સ અનેરું આકર્ષણ રહી હતી.
નૂતન સ્કૂલના આચાર્ય હેમંતભાઈ પટેલના જણાવ્યા મુજબ શિયાળાની ઋતુમાં બાળકોમાં સર્જનાત્મક શક્તિ વધે અને બાળક પ્રફુલ્લિત રહે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું. તો વિદ્યાર્થીઓ અને શિક્ષકગણોએ પણ આ વિન્ટર કાર્નિવલનો અદભુત આનંદ મેળવ્યો હતો.
















