Ahmedabad

૨૭ દિવસથી સતત રડતી દીકરીની તકલીફ ઓપેરેશનથી દુર કરી દીવાળનાં પવિત્ર દીવસે ચેહરા ઉપર સ્મીત લાવતા સિવિલનાં તબીબો

અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલમાં બાળરોગ સર્જરી વિભાગના તબીબો દ્વારા ૨૭ દિવસની બાળકી પર અત્યંત જટિલ સર્જરી કરીને તેને પીડામુક્ત કરવામાં આવી છે.

વધુ વાત કરીએ તો રાજસ્થાન નાં સુથારી કામ કરતા મુકેશ ભાઈનાં ઘરે પત્ની હોરાજ બેનનાં કૂખે ૨૭ દીવસ પહેલાં દિવાળી નાં પવિત્ર દિવસ ની શરૂઆત પહેલાં સામાન્ય પ્રસૂતિ થી એક લક્ષ્મી (બાળકી) નો જન્મ થયો

બાળકી ત્રિશા નાં જન્મ ની શરૂઆત જ મુશ્કેલી ઓ સાથે થઈ. જીવનના ત્રીજા દિવસથી જ તે શ્વાસ લેવામાં તકલીફ અનુભવી રહી હતી. મુકેશ ભાઈ બાળકી ને બાંસવાડા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં થી તેઓને સોલા સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં રિફર કરવામાં આવ્યાં . જ્યાં ત્રિશા ને તાજા જન્મેલા બાળકો માટે નાં આઈ સી યુ માં ઓક્સિજન ઊપર રાખવામાં આવી.

બાળકી નો સીટી સ્કેન કરતા તેને એક દુર્લભ જન્મજાત ખામી જેને બાયલેટરલ કોએનાલ એટ્રેસીયા ઍટલે કે બંને નાક નાં છીદ્રો પાછળ નાં ભાગ થી બંધ હોવાનુ નિદાન થયુ.. આ એક દુર્લભ જન્મજાત ખામી છે જેમાં નાક ના હાડકા નો વિકાસ અસામાન્ય થવા નાં કારણે નાક નો પાછળનો ભાગ બંધ થાય છે જેથી નાક દ્વારા શ્વાસ લઈ શકાતો નથી.

આશરે 8000 નવજાત શિશુઓમાંથી 1 બાળક માં આ ખામી થાય છે .ત્રિશા ને વધુ સારવાર માટે 1200 બેડની સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. ડો. રાકેશ જોશી, એચઓડી, પીડિયાટ્રિક સર્જરી વિભાગ અને તબીબી અધિક્ષક અને ડો રમીલા (એસો પ્રોફેસર) એનેસ્થેસિયા વિભાગની આગેવાની હેઠળની ટીમ દ્વારા એન્ડોસ્કોપી અને ઈલેક્ટ્રોકોટરાઈઝેશન કરી સફળતાપૂર્વક વધારા નો ભાગ દુર કરી નાક નાં પાછળ ના ભાગ નો બંધ ભાગ ખુલ્લો કરવામા આવ્યો.

ડો રાકેશ જોષી એ વધુ માં જણાવ્યું હતું કે સામાન્ય રીતે નવજાત શીશુ ઓ જન્મબાદ માત્ર નાક વાટે જ શ્વાસ લેતા હોય છે. આથી જન્મજાત ખામી નાં કારણે નાક ના બન્ને પાછળ ના છીદ્રો બંધ હોય તેવી પરિસ્થતિમાં બાળક સતત રડતું રહે છે અને રડવા ના કારણે તે મોઢે થી શ્વાસ લેતું હોય છે. આથી જ્યાં સુધી આ ખામી દુર કરવા માં ન આવે ત્યાં સુધી બાળક રડતું રહે છે. ઓપરેશન બાદ પછીની બાળકી ને કોઈપણ જાત ની તકલીફ ન રહેતા અને સંપૂર્ણ સ્વસ્થ જણાતા ડોકટરો દ્વારા રજા આપવામાં આવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગાંધીનગરમાં પ્રધાન મંત્રી આવાસ યોજનાના લાભાર્થી પરિવારો સાથે દિવાળીની ઉજવણી કરતા રાજ્યના મુખ્યમંત્રી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દીપોત્સવ પર્વ દિવાળીની વિશેષ…

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીના હસ્તે અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરીના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરાયું

અમદાવાદ, સંજીવ રાજપૂત: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદ પોલીસ…

1 of 7

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *