રિપોર્ટ અનુજ ઠાકર

અમદાવાદઃ ચમકતી લાઇટ્સ, ઝગમગતા આઉટફિટ્સ અને ધમાલભર્યો માહોલ— આ બધું એકસાથે જોવા મળ્યું હાઉસ ઓફ તાલ દ્વારા આયોજિત “હાઉસ ઓફ પટાખાં” ઈવેન્ટમાં. આ ખાસ Gen Z સ્પેશિયલ દિવાળી સેલિબ્રેશન હતું, જેનું આયોજન ક્યુરેટ મીડિયા બ્લોકના સહયોગથી થયું હતું.

ઈવેન્ટ વિશે રિધમ ત્રિવેદી અને અવની મોદીએ જણાવ્યું કે, “આ એક યુવાન એનર્જીથી ભરપૂર મીટઅપ હતું, જ્યાં સોશિયલ ઈન્ફ્લુએન્સર્સ, સોશિયલાઈટ્સ અને યુવા મેમ્બર્સે ધમાલ કરી હતી.”

પાર્ટીની ખાસિયતોમાં ફીમેલ મેમ્બર્સ માટે ગ્લિટર બૂથ, પોલો રાઈડ્સ, અને સંગીતપ્રેમીઓ માટે ઈશાન ડ્રમ્સ અને D.J દિપા કોન વચ્ચેની અનોખી મ્યુઝિક બેટલ પણ સામેલ હતી.

યંગસ્ટર્સે ટ્રેડિશનલ સ્પાર્કલિંગ આઉટફિટ્સમાં પાર્ટીમાં એન્ટ્રી કરી હતી અને લાઈવ મ્યુઝિક સાથે ડાન્સ ફ્લોર પર ઝૂમી ઊઠ્યા હતા.
પાર્ટીનો ગ્રાન્ડ ફિનાલે હતો — રંગીન આતશબાજી, જ્યાં સૌએ સાથે મળીને “હેપ્પી દિવાળી”ના જોરદાર નાદ કર્યા હતા.
આ પાર્ટી માત્ર મોજમસ્તી માટે નહોતી, પરંતુ મિત્રતા, આનંદ અને નવી ઉર્જાનો ઉત્સવ બની રહી.
















