Ahmedabad

ડૉ. વિનીત મિશ્રાની એપોલોમાં ગાયનેકોલોજિસ્ટ અને ફર્ટિલિટી વિભાગના ડીરેકટર તરીકે થઈ નિયુક્તિ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભાટ ખાતે આવેલ એપોલો હોસ્પિટલ ખાતે ડૉ વિનીત મિશ્રાની એડવાન્સ ગાયનેકોલોજિસ્ટ અને ફર્ટિલિટી વિભાગના ડીરેકટર તરીકે નિયુક્તિ કરવામાં આવતા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ડૉ મિશ્રા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડીસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરના ડીરેકટર તરીકે સેવા આપી ચુક્યા છે અને 34 વર્ષથી વધુનો બહોળો અનુભવ અને કુશળતા તેઓ ધરાવે છે. તેમના અનુભવ અને કુશળતાનો લાભ હવે એપોલો હોસ્પિટલને મળશે. તેઓ હાઈ રિસ્ક પ્રેગનેન્સી, એડવાન્સ ગાયનોકલોજી, એન્ડોસ્કોપીક તેમજ લેપ્રોસ્કોપીક સર્જરી, યુરો ગાયનોકોલોજી, આઇવીએફ અને અન્ય ક્ષેત્રોમાં નિપુણતા ધરાવે છે.

એપોલો હોસ્પિટલ ખાતે તેમની નિયુક્તિ અંગે પૂછતાં ડૉ મિશ્રાએ જણાવ્યું હતું કે હું માત્ર અમદાવાદની જ નહીં પરંતુ રાજ્યની શ્રેષ્ઠ એપોલો હોસ્પિટલનો ભાગ બની ખુશ છું અને અમે દર્દીઓને વૈશ્વિક કક્ષાની આરોગ્ય સેવા પુરી પાડવા માટે કટિબદ્ધ છીએ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદમાં ટ્રાફિક અને એન્ક્રોચમેન્ટ મુદ્દે જાગૃતિ માટે AMC અને પોલીસની સંયુક્ત ડ્રાઇવ યોજાશે

શહેરમાં શિસ્તબદ્ધ ટ્રાફિક માટે 4 એપ્રિલથી ખાસ અભિયાન શરૂ અમદાવાદ, સંજીવ રાજપૂત,…

વસ્ત્ર મંત્રાલયના સહિયારે અમદાવાદમાં રિવર ફ્રન્ટ ખાતે હેન્ડલૂમ એક્સપોનું કરાયું ભવ્ય આયોજન

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ ખાતે વસ્ત્ર મંત્રાલય ના સહયોગે ભારતીય…

રાજ્યના મહાનગરોમાં આજથી બે દિવસીય “મિલેટ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬”નો પ્રારંભ થશે

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવનો કૃષિ મંત્રી…

અમદાવાદમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા મહિલા રમતવીરોનું ભવ્ય સન્માન કરાયું

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત (SJAG)…

1 of 32

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *