અમદાવાદ, સંજીવ રાજપૂત: સાબરમતી, ગાંધીનગરના ચાંદખેડા અને ઝુંડાલ વિસ્તારમાં વંચિત બાળકોના શિક્ષા અને સ્વસ્થ માટે કાર્યરત સ્વધા સોશિયલ ફાઉન્ડેશને વાર્ષિક પુરસ્કાર સમારંભ 2025, તારીખ 12-4 -2025 ના રોજ આયોજન કરવામાં આવેલ હતું. સમારોહના મુખ્ય મહેમાન તરીકે ઇન્સ્પેકટર અને નામાંકિત કવિ ગિરીશ ઠાકુર તથા શ્રીમતી અર્ચના ઠાકુર ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં 20 સ્વયંસેવકોને બેસ્ટ સોશિયલ વર્કર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. સાથે જ 30 લોકોને આર્થિક સહાય પણ આપવામાં આવી. સમારોહના અંતે સૌએ સાથે રાત્રિભોજન લીધું હતું.
આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ સંદીપ શ્રીવાસ્તવ, સોનલ શ્રીવાસ્તવ, કમલેશભાઈ પટેલ, જયેશ મોદી, હિમાની દિવાકર અને ઉમેશ દુધરેજીયા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રાહુલ સક્સેના, શિવમ, કુસુમ, મોહિત અથર્વ, હિરેન હાર્દિક, આશ્રુતિ, નિશાંત, પવિત્રા, આરતી, શિવિક્ષા અને ગૌરી અને રિચા મોદી પણ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં સૌ સહભાગીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.