રિપોર્ટ: અનુજ ઠાકર.
ગાંધીનગર, ૨૫ જુલાઈ ૨૦૨૫:
ગુજરાત સરકારના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તથા કમિશનરશ્રી યુવક સેવા દ્વારા ગાંધીનગર ટાઉનહોલ ખાતે “રામ કે નામ” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.
અરવિંદ વેગડા દ્વારા રજૂ થયેલ આ ભક્તિમય સાંજમાં આધુનિક સંગીત અને સનાતન સંસ્કૃતિનો સુંદર સંયોજન જોવા મળ્યો. સાંજે ૮.૩૦ વાગ્યાથી શરૂ થયેલા કાર્યક્રમમાં રામભક્તિથી તાળી વાગી ઉઠી હતી. અરવિંદ વેગડાએ શ્રીરામના ભજનોથી દર્શકોને ભક્તિમાં લીન કરી દીધા.
તેમની સાથે સંગીતવિશારદ દેવાંશી શાહના સૂરમય ગીતો અને લોકસાહિત્યકાર સુખદેવ ગઢવીએ રામના વિવિધ રૂપો ખૂબ સુંદર રીતે રજૂ કર્યા.
કલાકાર જતીન સાધુ, નૃત્યકાર દીપલ પંડ્યા અને ૫૦થી વધુ સંગીત-નૃત્યકારોની ટીમે ભવ્ય રજુઆત કરી.
આ પ્રસંગે ધારાસભ્ય રીટાબેન પટેલે દીપ પ્રાગટ્ય કરીને યુવાઓમાં સનાતન સંસ્કૃતિના સંસ્કાર જાગે તેવા આયોજનોની જરૂરિયાત જણાવી.
કાર્યક્રમમાં જનક ઠક્કર, નિનેશ ભાભોર, હેતલ ઠક્કર, રાકેશ પાંડે, રાકેશ પૂજારા, કરણ તોમર, તન્મય શેઠ સહિત અનેક પ્રતિષ્ઠિત મહેમાનો હાજર રહ્યા.
હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાની જિજ્ઞા તિવારીએ કલાકારોને અભિનંદન પાઠવ્યા અને આવી ઘટનાઓમાં સહયોગ આપવાની ઇચ્છા વ્યક્ત કરી.
આ આરાધનામય કાર્યક્રમે દર્શકોને એક આધ્યાત્મિક યાત્રાનો અનુભવ કરાવ્યો અને અંતે સૌએ કલાકારો અને આયોજકોને શુભેચ્છાઓ પાઠવી.