ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગુજરાત પોલીસની શૂટિંગ ટીમે ૧૮મી ઓલ ઈન્ડિયા પોલીસ શૂટિંગ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ-૨૦૨૪માં શાનદાર પ્રદર્શન કરીને ત્રણ બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યા છે. આ ચેમ્પિયનશિપ તા.૨૪થી ૨૯ માર્ચ, ૨૦૨૫ દરમિયાન ઈન્દોર ખાતે યોજાઈ હતી.
આ સ્પર્ધામાં ગુજરાત પોલીસના બે અધિકારીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. પીઆઈ લજ્જા ગોસ્વામીએ ૩૦૦ મીટર ૩ પોઝિશન રાઈફલ વ્યક્તિગત અને ૫૦ મીટર ૩ પોઝિશન રાઈફલ વ્યક્તિગત સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. તેમજ પીએસઆઈ સિયા જે. તોમરે ૩૦૦ મીટર પ્રોન રાઈફલ વ્યક્તિગત સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે.
આ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે બંને અધિકારીઓને અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું કે, આ સિદ્ધિ ગુજરાત પોલીસની પ્રતિભા અને સમર્પણનું પ્રતીક છે, જે રાજ્યનું ગૌરવ વધારે છે.