અમદાવાદ, સંજીવ રાજપૂત, : કર્ણાવતી મહાનગર મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે મહારાષ્ટ્ર રાજ્યના સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મળેલ ભવ્ય જીત બદલ મહાનગર કાર્યાલય ખાતે વિજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહારાષ્ટ્રની જનતાએ વિકાસની રાજનીતિ પર વિશ્વાસ મુક્યો છે. ઢોલ નગારા વગાડી તેમજ એકબીજાનું મોં મીઠું કરાવી સૌ કાર્યકર્તાઓએ આ ભવ્ય વિજયની ઉજવણી કરી હતી.
આ વિજયોત્સવમાં મહાનગરના અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ દિનેશભાઈ મકવાણા, સૌ ધારાસભ્યઓ, મહાનગરના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
















