અમદાવાદ, સંજીવ રાજપૂત: વિશ્વ મહિલા દિવસે અમદાવાદ શહેર પોલીસ અને આશીર્વાદ ફાઉન્ડેશનના સહિયારે પોલીસ મહિલા અને નર્સિંગ વિદ્યાર્થીઓનું મેયર અને શહેર પોલીસ કમિશનરના હસ્તે સન્માન કરવામાં આવ્યું.
વિશ્વ મહિલા દિવસ જ્યાં મહિલાઓ દ્વારા વિવિધ ક્ષેત્રે કાર્યરત રહી અલગ અલગ પાત્રો પછી એ પુત્રી હોય વધુ હોય કે માં હોય અનેક ફિલ્ડમાં અગ્રેસર જોવા મળી રહી છે. આજે વિવિધ ફિલ્ડમાં મહિલાઓ પણ પુરુષની સાથે સમકક્ષ જોવા મળી રહી છે અને ભારત અને રાજ્યનું નામ રોશન કરી રહી છે.
વિશ્વ મહિલા દિવસને લઈ અમદાવાદ શાહીબાગ ખાતે આવેલ સરદાર પટેલ મેમોરિયલ હોલ ખાતે અમદાવાદ શહેર પોલીસ અને આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા પોલીસ વિભાગમાં પોતાની આગવી ફરજ દ્વારા અગ્રેસર મહિલા કર્મીઓ અને નર્સિંગ છાત્રાઓને ટ્રોફી દ્વારા સન્માનિત કરવામાં આવી હતી.
આ પ્રસંગે શહેર પોલીસ કમિશ્નર જી એસ મલિક, મેયર પ્રતિભાબેન જૈન, આંતરાષ્ટ્રીય ખેલાડી માનસી જોશી, પ્રખ્યાત ગાયકોનોલજીસ્ટ શીતલ પંજાબી, અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા સહિત આશીર્વાદ ફાઉન્ડેશનના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા
આ પ્રસંગે પોલીસ લાઈનની બહેનો દ્વારા મર્દાની ગીત રજૂ કરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારી શેખ, પીઆઇ ચાંદખેડા એન એસ ખોખર તેમજ પીઆઇ શાહીબાગ જે ડી ઝાલા દ્વારા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ડીસીપી ઝોન 3 વિશાખા ડબરાલ અને ડીસીપી ઝોન 4 કાનનબેન દેસાઈ સહિત મહિલા પીઆઇ, પીએસઆઇ સહિત પોલીસ કર્મીઓ અને નર્સિંગની છાત્રો ઉપસ્થિત રહ્યા હતા.