અમદાવાદ, સંજીવ રાજપૂત: ગણેશ ચતુર્થીનાં રોજ શ્રી અખિલ ગુજરાત કચ્છ વાગડ લોહાણા મહાજન સંચાલીત માતૃશ્રી રૂક્ષ્મણીબેન કાન્તીલાલ વસ્તારામ પુજારા, સી.જી.રોડ અમદાવાદ ખાતે જલારામ બોય્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ દ્વારા ગણેશ ઉત્સવનું ખુબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર હોસ્ટેલનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ગણપતિદાદાની મૂર્તિ પણ ઈકો ફેન્ડલી માટીની બનાવવામાં આવી હતી. ઢોલ-નગારા અને દિવ્ય મંત્રોના ઉચ્ચારણ સાથે મિતેષભાઈ જોશી મહારાજ દ્વારા ગણપતિદાદાનું પુજન કરાયું હતું અને સ્થાપના હિમાંશુભાઈ ઠકકર, નિલેષભાઈ ઠકકર (પેટ્રોલ પંપ વાળા) તથા જાગૃતિબેન નિલેષભાઈ ઠકકર તથા સમગ્ર વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી..
અખંડ જયોત સાથે ગણપતિદાદાની પાંચ દીવસની સ્થાપના કરવામાં આવી હતી તથા છપ્પન ભોગનો પ્રસાદ પણ વિદ્યાર્થીઓ દ્વારા ધરાવવામાં આવ્યો હતો. ગણપતિદાદાનું વિસર્જન તા.૧૧/૦૯/૨૦૨૪ ને બુધવારનાં રોજ સાંજે કરવામાં આવેલ. જેમાં હિમાંશુભાઈ ઠકકર, મુકેશભાઈ હાલાણી, નિલેષભાઈ ઠકકર, હિતેશભાઈ ઠકકર, દક્ષાબેન હાલાણી, નિશાબેન, ધીમીક ઠકકર, ગૃહમાતા મીનાબેન, વિદ્યાર્થીઓ, ભાવેશભાઈ (રસોઈ મહારાજ) તથા હોસ્ટેલ સ્ટાફ હાજર રહ્યો હતો તથા શ્રી અખિલ ગુજરાત કચ્છ વાગડ લોહાણા મહાજન સંસ્થાના પ્રમુખ પ્રવિણભાઈ ચંદે તથા તત્કાલીન પ્રમુખ જગદીશભાઈ મજીઠીયા તથા સમગ્ર ટીમ દ્વારા જલારામ બોય્સ હોસ્ટેલનાં વિદ્યાર્થીઓની ખુબ જ પ્રશંસા કરવામાં આવી હતી અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમ કરતા રહેવાનું કહેવામાં આવ્યું હતું.