અમદાવાદ, સંજીવ રાજપૂત: કડીના નાયક મામલતદાર 10 હજારની લાંચ લેતા એસીબીના રંગે હાથે ઝડપાઇ ગયા છે. બનાવની વિગત જોઈએ તો કડીના 1. વિપુલકુમાર મનુભાઇ પ્રજાપતિ, ઉ.વ.૪૦, નાયબ મામલતદાર (મહેસુલ), વર્ગ-૩,
મામલતદાર કચેરી કડી અને 2. પ્રિન્સ મનોજકુમાર ભાવસાર ઉ.વ.૨૬, કોમ્પ્યુટર ઓપરેટર (આઉટસોર્સ) મામલતદાર કચેરી કડી, જી. મહેસાણાએ 20 હજારની માંગણી કરેલી જેમાં 10 હજાર સ્વીકારતા નાયબ મામલતદાર (મહેસુલ) ની કચેરીમાં, મામલતદાર કચેરી કડી,તા.કડી, જી.મહેસાણા ખાતે એસીબીના હાથે ઝડપાઇ ગયેલ.
આ કામે હકિકત જોઈએ તો, મહેસાણા જિલ્લાની મામલતદાર કચેરીઓમાં જમીનની નોંધો પડાવવા, નોંધની નકલો મેળવવા, નવી-જુની શરતોમાં ફેરફાર કરવા સારૂ આવતા અરજદારો પાસેથી રૂ.૫,૦૦૦/- થી રૂ.૨૫,૦૦૦/- સુધીના ગેરકાયદેસર લાંચ માંગતા હોવાની હકીકત આધારે,
ડિકોયરનો સાથ-સહકાર મેળવી લાંચના છટકાનું આયોજન કરતા કડી મામલતદાર કચેરી ખાતે જમીનની કાચી પડેલ નોંધ પરથી પાકી નોંધ કરવા સારું આ કામના આરોપી નંબર.૧ નાઓએ ડિકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂા.૨૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ. જે પૈકી રૂા.૧૦,૦૦૦/- આરોપી નંબર.૨ કોમ્પ્યુટર ઓપરેટરને આપવાનું કહેતા, આરોપી નંબર.૨નાઓએ રૂા.૧૦,૦૦૦/-સ્વીકારી, બંને આરોપીઓ એકબીજાને મદદગારી કરી બંને આરોપીઓ પકડાઇ જઇ ગુનો કર્યા બાબત.
જેમાં ટ્રેપિંગ અધિકારી એસ.ડી.ચાવડા, પોલીસ ઇન્સ્પેકટર, મહેસાણા એ.સી.બી. પો.સ્ટે.એ ઝડપી પાડયા છે જેમાં સુપર વિઝન અધિકારી તરીકે એ.કે.પરમાર, મદદનીશ નિયામક,
ગાંધીનગર એ.સી.બી. એકમ જોડાયા હતા.