Ahmedabad

કલોલ ખાતે રવિવારે રબારી સમાજની 51 દીકરીઓના શાહી સમૂહલગ્ન યોજાશે.

ગાંધીનગર, સંજીવ રાજપૂત: 13 એપ્રિલના રોજ રબારી સમાજના ૧૪ પરગણાનો શાહી સમૂહલગ્ન મહોત્સવ કલોલ ખાતે યોજાશે. જ્યાં રબારી સમાજની 51 દીકરીઓ શાહી લગ્ન સાથે પ્રભુતામાં પગલાં પાડશે જેમાં રાજ્યના નેતાઓ અને કલાકારો ઉપસ્થિત રહેશે.

કલોલ ખાતે શ્રી વિસત મેલડી ધામ, અડિસણાનુપરુ ખાતે દર વર્ષની પરંપરા મુજબ રબારી સમાજના ૧૪ પરગણાની ૫૧ દીકરીઓના શાહી સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી જોડાયેલા યુવક-યુવતીઓ લગ્ન બંધનમાં બંધાશે.

સામાજિક એકતા, સંસ્કૃતિ અને પરંપરાનું દર્પણ દર્શાવતા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંધવી, ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન જય શાહ, ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી, પૂર્વ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા, રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક અને બાબુભાઈ દેસાઈ, ઉદ્યોગ અને સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય ડૉ. હર્ષદભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.

આ પ્રસંગે હરિભાઈ જેઠાભાઇ દેસાઈ અને દિનેશભાઈ હરિભાઈ દેસાઈ તથા સમસ્ત રબારી નેહડા પરિવાર નિમંત્રક તરીકે આગેવાની સંભાળશે. સમાજના ઉત્કર્ષ અને સંસ્કારસભર પરંપરાને ઉજાગર કરતો આ સમૂહલગ્નોત્સવ સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત બનશે. આ પ્રસંગે સામાજિક કાર્યકરો તરીકે પ્રવક્તા તરીકે દિનેશભાઈ દેસાઈ, હરીશભાઈ દેસાઈ અને રેવાબેન એચ દેસાઈ પણ ઉપસ્થિત રહી કાર્યક્રમની વિગતવાર રૂપરેખા જણાવી હતી..

આ કાર્યક્રમ માં શ્રી જોધ વિસત મેલડી માતાજીનો નવચંડી યજ્ઞ ૧૪ પરગણા રબારી સમાજના સંતો – મહંતો તથા ભુવાજીઓનું સ્વાગત અને સન્માન કરવામાં આવશે.

આ સાથે કિર્તીદાન ગઢવી, ગમન સાંથલ, ગીતાબેન રબારી, પરેશદાન ગઢવી, કિંજલ રબારી, હિતેશ અંટાળા, વિક્રમ માલધારી, વાઘજી રબારી, તથા ગુજરાતના અન્ય નામાંકિત કલાકારો ભવ્ય લોકડાયરો પણ થશે. આ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે

જેમાં રાજભા ગઢવી, જીગ્નેશ કવિરાજ, નિતીન બારોટ દ્વારા કરવામાં આવશે. આ સાથે ભવ્ય લગ્ન ગીતો સંગીતાબેન લાબડીયા, બ્રિજરાજ લાબડીયા, માહી દેસાઈ, ભાવિકા રબારી, તન્વી ચૌહાણ, લાઈવ ડી.જે. જાન આગમન સમયે ગુજરાત રબારી સમાજના નામાંકિત કલાકારો દ્રારા આપવામાં આવશે. આ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ સંકલન સંજય અડિસણાનુંપરૂ, રવિ ખોરજ, સુનીલ જસપુરા, રાજન રાયકા, ધવલ મોટણ ઉપસ્થિત રહેશે. આજે તા. 12 એપ્રિલ ના રોજ ગણેશસ્થાપના મહેંદી રસમ, હલ્દી રસમ, ભવ્ય લોકડાયરો તેમજ 51 દીકરીઓની મહાઆરતી સાથે નવચંડી યજ્ઞનું આયોજન થશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદની સિવિલ હોસ્પિટલને મળ્યું ૧૦મું સ્કિન ડોનેશન. ઘરે જઇ મેળવવામાં આવેલ ચોથુ સ્કીન દાન

અમદાવાદ, સંજીવ રાજપૂત; સિવિલ હોસ્પિટલમાં આજે ૧૦મું સ્કિન ડોનેશન થયું છે ઘરે જઇને…

1 of 14

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *