Ahmedabad

“કણ કણમાં કેશવ” – U-WIN ગ્રુપ દ્વારા આયોજિત કૃષ્ણોત્સવ

અમદાવાદના આંગણે મેઘમહેર વચ્ચે, એચ.કે. હોલમાં U-WIN દ્વારા ભવ્ય કૃષ્ણોત્સવ “કણ કણમાં કેશવ” હર્ષ ઉલ્લાસ સાથે ઉજવાયો, ધોધમાર વરસાદી માહોલમાં પધારેલ મહેમાનો અને U-WIN પરિવારજનો ક્રુષ્ણ ભક્તિમાં લીન થયા. આ વિશેષ કાર્યક્રમ 7 પ્રસિદ્ધ કલાકારો અને પ્રતિભાશાળી સંગીતકારો દ્વારા રજુ કરવામાં આવ્યો.

કાર્યક્રમની શરૂઆત લાલા ના જન્મોત્સવ સાથે થઈ, આ ભાવનાત્મક પ્રસંગે સૂર, સંગીત અને નૃત્યનો અનેરો સમન્વય રચાયો. કલાકારો દ્વારા કૃષ્ણલીલાઓના વિવિધ પ્રસંગો જીવંત રીતે રજૂ કરવામાં આવ્યા, જેને પધારેલા દરેક મહેમાનોએ હૃદયપૂર્વક બિરદાવ્યા.

U-WIN, જે મહિલાઓને સશક્ત બનાવવાના તેમજ સમાજમાં સકારાત્મક ફેરફાર લાવવાના ઉદ્દેશ માટે જાણીતું છે, તેમના દ્વારા કૃષ્ણોત્સવનું આયોજન શ્રદ્ધા અને ભક્તિની ઉજવણી રૂપે કર્યું. “કણ કણમાં કેશવ” કાર્યક્રમે ના માત્ર કલાપ્રેમીઓનું હૃદય જીત્યું પરંતું પોતાના પરિવારના સભ્યોની સમર્પણ અને એકતાનો ઉદાહરણ રૂપ દાખલો પૂરો પાડ્યો.

આ ઉલ્લાસમય અને આધ્યાત્મિક પ્રદર્શનમાં પ્રસ્તુત સાંસ્કૃતિક મૂલ્યો અને કૃષ્ણના જીવનના વિવિધ પાસાઓને અનોખી રીતે ઉજવવામાં આવ્યા, આમ ઉપસ્થિત દરેક માટે એક અવિસ્મરણીય સંધ્યા બની રહી.

અહેવાલ તૃષા પટેલ સાથે દર્શીતા ચૌહાણ અમદાવાદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

22 જાન્યુઆરીએ મોડાસા ખાતે ભારતીય વાયુસેના ઇન્ડક્શન પબ્લિકિટી પ્રદર્શન વાહન કવાયતનું આયોજન યોજાશે.

સંજીવ રાજપૂત, અમદાવાદ: ભારતીય વાયુસેના દ્વારા એક ઇન્ડક્શન પ્રચાર અભિયાન…

અબોલ પક્ષીઓના જીવ બચાવી મુખ્યમંત્રીના કરુણા અભિયાનને સતત સાર્થક કરતું અમદાવાદનું સ્વાભિમાન ગ્રુપ

અમદાવાદ, સંજીવ રાજપૂત: ઉત્તરાયણના પર્વમાં પતંગ રસિકો માટે પતંગ ઉડાવવાનો અનેરો…

1 of 11

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *