અમદાવાદ, સંજીવ રાજપૂત: તાજેતરમાં અમદાવાદ અને ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આયોજિત ખેડવાબાજ બ્રહ્મ સમાજના સ્નેહ સંમેલને માત્ર એક મિલન સમારોહ નહીં, પરંતુ સમાજની પ્રગતિ માટેના એક સબળ પ્લેટફોર્મ તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરી છે.
આ કાર્યક્રમમાં સામાજિક એકતા, સાંસ્કૃતિક વારસો અને આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય પર ભાર મૂકવામાં આવ્યો હતો. સંમેલનની શરૂઆત પરંપરાગત દીપ પ્રાગટ્ય અને શ્લોકગાન સાથે કરવામાં આવી હતી. સમાજના બાળકો અને યુવાનો દ્વારા વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ મનોરંજનની સાથે સાથે નવી પેઢીને પોતાના મૂળ અને સંસ્કારો સાથે જોડી રાખવાનો હતો. સામાજિક કલ્યાણના કાર્યોમાં સહભાગી થવા માટે જનજાગૃતિ અભિયાનની ચર્ચા કરવામાં આવી હતી.
શિક્ષણ, આરોગ્ય અને સ્ત્રી સશક્તિકરણ જેવા વિષયો પર વક્તાઓએ ભાર મૂકીને સમાજને વધુ સંગઠિત થવા આહવાન કર્યું હતું. સંમેલનનું સૌથી મહત્વનું પાસું ‘ભવિષ્ય ઘડતર’ હતું. આજના સ્પર્ધાત્મક યુગમાં બ્રહ્મ સમાજના બાળકો કઈ રીતે આગળ વધે તે માટે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ
સમાજ દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, સામાજિક કામગીરીની વિગતો રજૂ કરવામાં આવી હતી.અને મેડીકલ કેમ્પ યોજીને સહાય થવાનો સંકલ્પ લેવમાં આવ્યો
















