Ahmedabad

મિશન હેલ્મેટ સંસ્કાર – આગામી પેઢીને માર્ગ સલામતી માટે શિક્ષિત કરવા અંગેની ઉમદા પહેલ

અમદાવાદ, સંજીવ રાજપૂત, ભારતીય સંસ્કૃતિમાં બાળકના જન્મ પહેલાથી શરૂ કરીને મૃત્યુ સુધીના 16 વિવિધ સંસ્કારો (શિક્ષણ) નો સમાવેશ થયેલ છે. આ સંસ્કારો આપણને અર્થપૂર્ણ અને સ્વસ્થ જીવન જીવવામાં મદદ કરે છે.

અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક અને અધિક પોલીસ કમિશ્નર ટ્રાફિક, એન.એન. ચૌધરીના સક્ષમ નેતૃત્વ હેઠળ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા 17 મા સંસ્કાર (શિક્ષણ) એટલે કે હેલ્મેટ સંસ્કારને પણ જોડવાનો નિર્ધાર કરેલ છે.

જીવનની સલામતી વિના અન્ય 16 સંસ્કારો મદદરૂપ થશે નહીં. આથી દરેક બાળકને તેની સમજણના શરૂઆતના દિવસોથી જ હેલ્મેટનું મહત્વ શીખવીએ જેથી દરેક બાળક પોતાની સલામતીની જવાબદારીનું પાલન કરી શકે.

ઘણા માતા-પિતા તેમના બાળકોને ટુ વ્હીલર પર બેસાડી શાળાએ લેવા મૂકવા આવતા જતા હોય છે. પરંતુ માતા-પિતા હેલ્મેટ પહેરતા નથી અને પોતાના બાળકોને પણ હેલ્મેટ પહેરવાનું કહેતા નથી.

આથી અમદાવાદ ટ્રાફિક પોલીસ (પૂર્વ ઝોન) એ વિવિધ ઔદ્યોગિક સંગઠનો અને ઉદ્યોગોને મિશન હેલ્મેટ સંસ્કારના વિતરણ અંગે સહકાર આપવા માટે જણાવતાં સ્વેચ્છાએ એક Each industry, One Helmet.ના સૂત્ર સાથે આગળ આવી મિશન હેલ્મેટ સંસ્કારના કાર્યક્રમને સફળ બનાવવા સહયોગી બનેલ છે.

જેમા (૧) વટવા ઇન્ડ્સ્ટ્રીઝ એસોસીયેશન દ્વારા ૨૦૦૦ હેલ્મેટ (૨) કઠવાડા ઇન્ડ્સ્ટ્રીઝ એસોસીયેશન દ્વારા ૧૬૦૦ હેલ્મેટ (૩) નરોડા ઇન્ડ્સ્ટ્રીઝ એસોસીયેશન દ્વારા ૧૨૫૦ હેલ્મેટ (૪) ઝાયડસ ગૃપ દ્વારા ૧૦૦૦ (૫) કંકુબાગ દ ફેમેલી મોલ દ્વારા ૫૦૦ હેલ્મેટ (૬)નારોલ ઇન્ડ્સ્ટ્રીઝ એસોસીયેશન દ્વારા ૩૦૦ હેલ્મેટ (૭) ચીરીપાલ ગૃપ દ્વારા ૨૦૦ હેલ્મેટ (૮) મંગલ ટેકસ્ટાઇલ દ્વારા ૨૦૦ હેલ્મેટ (૯) C-mata ગૃપ દ્વારા ૧૦૦ હેલ્મેટ સાથે કુલ 7000 થી વધુ શાળાએ જતા બાળકો માટે હેલ્મેટ વિતરણ માટે યોગદાન આપેલ છે.

આ મિશનના મુખ્ય બે ઉદ્દેશ્યો છે.(૧)નાની ઉંમરમાં હેલ્મેટ પહેરવાની ટેવ કેળવવી અને (૨)બાળકોને હેલ્મેટ પહેરવા માટે પ્રોત્સાહિત કરવા માતા-પિતા પણ હેલ્મેટ પહેરે. અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા આવનારા બે અઠવાડીયા સુધી સ્કુલ ની પાસે આવેલ જાહેર રોડ ઉપર હેલ્મેટ વિતરણ કરવામાં આવશે.

આ મીશન હેલ્મેટ સંસ્કાર કાર્યક્રમ દેશમાં એક પ્રકારની નવીન પહેલ છે. જેમાં મોટા પ્રમાણમાં બાળકો હેલ્મેટના મહત્વ તેમજ તેના ફાયદાઓ વિશે શિક્ષિત બનશે. આજે આ મિશન હેલ્મેટ સંસ્કાર કાર્યક્ર્મનો પ્રારંભ રોટરી ક્લબ ઓફ કાંકરીયા,હીરાભાઇ ટાવર રોડ ઇસનપુર અમદાવાદ ખાતે સરદાર પટેલ અને સ્વામી વિવેકાનંદ વિધ્યાલય ઇસનપુર ના સહયોગથી નાયબ પોલીસ કમિશ્નર ટ્રાફિક પૂર્વ તથા વટવા ઇન્ડ્સ્ટ્રીઝ એસોસિએશનના ચેરમેન ડિમ્પલ ભાઇ પટેલ તેમજ આચાર્ય ઉર્વિબેન ભટ્ટ (સરદાર પટેલ અને સ્વામી વિવેકાનંદ વિધ્યાલય ઇસનપુર )નાઓની હાજરીમાં કરવામાં આવેલ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

નવરાત્રીની આઠમે 58 સિનિયર સિટીઝનોનું મહાઆરતી સાથે સન્માન કરી સમાજમાં ઉત્તમ ઉદાહરણ આપતો શાહ પરિવાર

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ ખાતે નવરાત્રીની આઠમે ભાવિન સુરેશચંદ્ર શાહ અને…

અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ રાષ્ટ્રને અર્પણ કર્યું

અમદાવાદ, સંજીવ રાજપૂત; ઓલિમ્પિક ૨૦૩૬ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં ગુજરાતમાં…

1 of 25

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *