એબીએનએસ, વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા મતવિસ્તારના લોકપ્રિય ધારાસભ્યશ્રી હાર્દિક પટેલના વરદ હસ્તે માંડલ અને દેત્રોજ તાલુકામાં ૧૨ ફેબ્રુઆરીના રોજ ૨.૭૫ કરોડના વિકાસ કામોનું ભૂમિ પૂજન કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય હાર્દિક પટેલના વરદ હસ્તે ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ ધારાસભ્ય દેત્રોજ તાલુકાના છનીયાર ખાતે પક્ષીઘરનું લોકાર્પણ કરવામાં આવશે.
ત્યારબાદ બપોરે ૩.૦૦ કલાકે માંડલ તાલુકાના ઝાંઝરવા ખાતે ૪૫ લાખના પેટા આરોગ્ય કેન્દ્રનું ભૂમિ પૂજન થશે. આ ઉપરાંત દેત્રોજ તાલુકાના ઓઢવ ખાતે ૪૫ લાખના પેટા આરોગ્ય કેન્દ્રનું ભૂમિ પૂજન તેમજ રૂ. ૧.૪૦ કરોડના ઓઢવ એપ્રોચ રોડનું ભૂમિ પૂજન અને સુંવાળા ખાતે ૪૫ લાખના પેટા આરોગ્ય કેન્દ્રનું ભૂમિ પૂજન કરવામાં આવશે.