Ahmedabad

રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, અમદાવાદ દ્વારા નેશનલ હાઇવે પર માર્ગ મરામત અને પેચવર્કની કામગીરી પુરજોશમાં

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, અમદાવાદ દ્વારા અમદાવાદ શહેર-જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર નુકસાન પામેલા માર્ગોને રિપેર કરવાની કામગીરી પૂરજોશમાં પ્રગતિ હેઠળ છે.
નેશનલ હાઇવે ૧૪૭(NH147) પર વરસાદથી પ્રભાવિત અલગ અલગ વિસ્તારોમાં માર્ગો પર હોટમિક્ષ દ્વારા પેચવર્ક અને મરામતની કામગીરી પ્રગતિમાં છે.

જે અંતર્ગત સરખેજ-ગાંધીનગર હાઇવેના માર્ગો પર જરૂરિયાત અનુસાર પેચવર્કની કામગીરી કરવામાં આવી હતી. સરખેજ-ગાંધીનગર હાઇવે પર મુસાફરોની સલામતી ધ્યાને રાખતા ઇસ્કોન ફ્લાય ઓવરથી સાણંદ ફ્લાય ઓવર વચ્ચે ક્ષતિ પામેલા માર્ગો પર હોટ મિક્ષ દ્વારા પેચવર્કની કામગીરી કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે નેશનલ હાઇવે ૧૪૭ પર વરસાદથી પ્રભાવિત માર્ગોના રીપેરીંગ માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, અમદાવાદની ટીમો સતત પ્રયાસરત છે.

જેસીબી, રોલર, ડમ્પર, ગ્રેડર, ટ્રેકટર સહિતના સાધનો સાથે ટીમોએ સતતપણે કામગીરી કરીને રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૧૪૭(NH147) પર નુકસાન પામેલા રોડ રસ્તાઓને ઝડપથી રીપેર કરવા કામગીરી હાથ ધરી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

નવરાત્રીની આઠમે 58 સિનિયર સિટીઝનોનું મહાઆરતી સાથે સન્માન કરી સમાજમાં ઉત્તમ ઉદાહરણ આપતો શાહ પરિવાર

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ ખાતે નવરાત્રીની આઠમે ભાવિન સુરેશચંદ્ર શાહ અને…

અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ રાષ્ટ્રને અર્પણ કર્યું

અમદાવાદ, સંજીવ રાજપૂત; ઓલિમ્પિક ૨૦૩૬ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં ગુજરાતમાં…

1 of 25

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *