અમદાવાદ ની કર્ણાવતી ક્લબ ખાતે નેશનલ સ્પોર્ટ ડે નિમિત્તે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ
રમત ગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનારા ૨૦ જેટલા ખેલ મહાનુભાવોને એવોર્ડ આપીને આ અવસરે સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે કોઈપણ રમતમાં ખેલદિલી એ અનિવાર્ય પાસું છે નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનારા મહાનુભાવોને સન્માનિત કરવાનો કાર્યક્રમ એ આપણા સૌ માટે ગર્વની વાત છે
વિશ્વ કક્ષાના સ્ટેડિયમ, અત્યાધુનિક તાલીમ સુવિધાઓ અને ઉત્સાહી સ્પોર્ટ્સ કલ્ચર ધરાવતાં અમદાવાદને આ રમતોત્સવના આયોજન માટે આદર્શ યજમાન શહેર બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ખેલ રત્ન પદ્મશ્રી અને ઓલમ્પિક મેડલ વિજેતા મીરાબાઈ ચાનુએ જણાવ્યું હતું કે ગુજરાત રમત ગમત પ્રિય રાજ્ય છે કોમનવેલ્થ ગેમમાં મને સિદ્ધિ મળી છે તે પણ ગુજરાતમાં એ મારા માટે બહુ ગૌરવની વાત છે
તેમણે રમતવીરોને અપીલ કરતાં જણાવ્યું હતું કે પોતાની રમત પ્રત્યે શ્રેષ્ઠ પ્રદાન કરવાનો સંકલ્પ જ આપણી તાકાત છે જ્યાં છો ત્યાંથી આગળ વધવાની કટિબદ્ધતા જ તમને શ્રેષ્ઠ પ્રદાન આપી શકશે વર્ષ ૧૯૯૪માં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાતની સ્થાપના થઈ છે રમત ગમત ક્ષેત્રના તજજ્ઞના સહયોગથી અમે આગળ વધ્યા છીએ રાજ્યનો રમતગમત વિભાગ પર અમારા માટે સહયોગી બન્યો છે
રમતો જ છે તે સંકળાયેલા લોકો સાથે ઉઘડતા રમતરોને યથોચીત સન્માન થાય અને રાજ્યની પ્રતિભાવો રાષ્ટ્રીય કક્ષાએ ઝળહળે તે પ્રકારના પ્રયાસો સંસ્થા દ્વારા કરાય છે આજે પણ ૨૦ જેટલા રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે,ઈમર્જીંગ પ્લેયર તરીકે કરાટેમાં અમાયરા વરુણ પટેલ,સ્વિમરમાં અરહાન હર્ષ બિલિયર્ડ્સ આન્યા પટેલને સન્માનિત કરવામાં આવ્યા હતા
જ્યારે પ્લેયર ઓફ ધ ગેમમાં રુચિત મોરી એથ્લેટિક્સ, અવંતિકા નેગી જિમ્નાસ્ટ કૃષ્ણપાલસિંહ ગોહિલ-બાસ્કેટ બોલ,હવિશા બજાજ-બાસ્કેટ બોલ,ધ્રુવિલ પટેલ-વોલીબૉલ મોહમ્મદ મુર્તુઝા વાણીયા-ડેફ શૂટર,ખુશ્બુ સરોજ-ફૂટબોલમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે આ ઉપરાંત પ્રાઈડ ઓફ ગુજરાત એવોર્ડ અનિકેત પટેલ-સોફ્ટ ટેનિસ,ઉર્વિલ પટેલ-ક્રિકેટર,ધ્વજ હારિયા બિલિયર્ડ્સ,માનુષ શાહ-ટેબલ ટેનિસ,વિશ્વા વાસણાવાળા-ચેસ જ્યારે કોન્ટ્રિબ્યૂશન ઈન સ્પોર્ટ્સમાં મકસૂદભાઈ-બોક્સિંગ કોચ કુશલ સંગતાણી-ટેબલ ટેનિસ-શ્રીમલ ભટ્ટ,ટેનિસમાં એવોર્ડ એનાયત થયા છે લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ અમ્પાયર મહેન્દ્ર પંડ્યા અને ક્રિકેટ કોચ એમ.એસ.કુરૈશીને એનાયત કરવામાં આવ્યો
રીપોર્ટ નિલેષ ઢીલા