ગાંધીનગર, સંજીવ રાજપૂત: એબીએનએસ: ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, નીતિન નબીનજીની ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્તિ થતાં ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ સમગ્ર ગુજરાત પ્રદેશ ભાજપા પરિવાર તરફથી હાર્દિક શુભકમનાઓ પાઠવી છે.
જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું છે કે, ‘રાષ્ટ્ર પ્રથમ, પછી પક્ષ અને અંતે સ્વ’ ના આદર્શોને વરેલી ભાજપાને નીતિન નબીનજીના સંગઠનાત્મક નેતૃત્વમાં નવી ઊર્જા અને ગતિશીલતા મળશે. છેલ્લા બે દાયકામાં સખત મહેનત અને કર્તવ્યનિષ્ઠા સાથે સતત કાર્યરત રહી એક સામાન્ય કાર્યકર્તાથી ભાજપાની રાષ્ટ્રીય અધ્યક્ષની મહત્વપૂર્ણ જવાબદારી સુધીની તેઓની સફર અંત્યંત પ્રેરણાદાયી છે.
ભારતીય જનતા પાર્ટી કેડર આધારિત પાર્ટી છે. નીતિન નબીનજીના બહોળા અનુભવથી સંગઠનની બૂથ સ્તરથી રાષ્ટ્રીય સ્તર સુધીની વ્યવસ્થાઓ અને સંગઠનાત્મક કામગીરી વધુ સુદ્રઢ થશે અને ભાજપા સંગઠન વધુ વ્યાપક બનશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ દેશમાં થઈ રહેલી વિકાસ અને જનહિતની અભૂતપૂર્વ કામગીરી અને ભાજપાની મજબૂત સંગઠનશક્તિનો સમન્વય વિકસિત ભારતના નિર્માણમાં અગત્યનો ભાગ ભજવશે.
જગદીશભાઈ વિશ્વકર્માએ ભાજપાના નવનિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનજીને યશસ્વી અને સફળ કાર્યકાળ માટે શુભેચ્છા પાઠવી છે.
















