Ahmedabad

મહિલા દિવસની પુર્વ સંધ્યાએ મહિલાએ કર્યુ મહાદાન : અંગદાન. સિવિલ હોસ્પિટલમાં થયું ૧૮૦મું અંગદાન

અમદાવાદઃ, સંજીવ રાજપૂત: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ દિવસના સંકલ્પને ખરા અર્થમાં ચરિતાર્થ કરતો કિસ્સો જોવા મળ્યો.

પતિ મોહનલાલ સારવાર દરમિયાન બ્રેઇન ડેડ થતાં પત્ની બબલીદેવીએ સંવેદનાપૂર્ણ પતિના તમામ અંગોનુ દાન કરવાનો સંવેદનશીલ નિર્ણય કર્યો.

સમગ્ર વિગતો એવી છે કે, ૫૧ વર્ષના મૂળ રાજસ્થાન ડુંગરપુરના વતની અને નિકોલ, અમદાવાદ ખાતે માર્બલની ફેક્ટરીમાં કામ કરતા મોહનલાલ યાદવને ફેક્ટરી માં કામ કરતા તા. ૨૬.૦૨.૨૫ ના રોજ માથાના ભાગે ઇજા થઇ હતી.

માથાની ગંભીર ઇજાના કારણે હેમરેજ થયું . જેથી સારવાર અર્થે પ્રથમ નિકોલની ખાનગી હોસ્પિટલ , ત્યારબાદ જીસીએસ હોસ્પિટલમાં સારવાર કરાવી. પરંતુ સ્થિતિ ગંભીર બનતાં તેઓને સઘન સારવાર અર્થે તા. ૪.૦૩.૨૦૨૫ ના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં લાવવામા આવ્યા‌.

અહીં સારવાર દરમિયાન તા. ૦૭.૦૩.૨૦૨૫ ના રોજ તબીબોએ મોહનલાલને બ્રેઈનડેડ જાહેર કર્યા.

મોહનલાલના પત્ની બબલીદેવી તથા તેમના બે દીકરા નિલેશભાઇ અને જયેશભાઇ તેમજ દીકરી ભારતીબેનને તબીબોએ અંગદાન વિશે સમજાવતા પત્ની તેમજ ત્રણ બાળકોએ સાથે મળી મોહનલાલની આ પરીસ્થીતીમાં તેમના અંગોનું દાન કરવાનો પરોપકારી નિર્ણય કર્યો.

અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં તબીબી અધિક્ષક ડૉ.રાકેશ જોષી એ જણાવ્યું હતું કે ,૧૮૦માં અંગદાન થકી સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૫૮૭ અંગો નું દાન મળેલ છે. જેના થકી ૫૬૯ વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે.

૧૮૦ માં અંગદાનથી મળેલ બે કીડની અને એક લીવરને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કિડની હોસ્પિટલ ના જરુરીયાત્મંદ દર્દીઓમાં તેમજ હ્રદયને ગ્રીનકોરીડોર મારફતે અમદાવાદની સીમ્સ હોસ્પિટલ માં દાખલ દર્દીને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. આમ આ અંગદાન થી કુલ ચાર લોકોને નવજીવન આપવામાં સફળતા મળશે તેમ તેમણે ઉમેર્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદમાં ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ-૨૦૨૫ કોન્ફરન્સનો પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદની અસારવા સિવિલ હૉસ્પિટલ ખાતે મુખ્યમંત્રી…

1 of 13

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *