Ahmedabad

Uwin દ્વારા આપણી સંસ્કૃતિ અને હસ્તકલાને સમર્પિત – બાંધણી થીમ સાથે Monthly મીટનું આયોજન

ઉદ્યમિતા વુમન ઇનિશિયેટિવ નેટવર્ક (UWIN) દ્વારા તાજેતરમાં તેની માસિક સપોર્ટ મીટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભારતની પ્રખ્યાત કલા – બાંધણી થીમ રાખવામાં આવી હતી. આ થીમનો મુખ્ય ઉદ્દેશ આ કલાને વરેલા હસ્તકલાકારોને સન્માન આપવું અને મહિલાઓના સાહસિક યત્નોને પ્રોત્સાહન આપવાનો હતો.

UWINનાં ત્રણ સક્રિય ચેપ્ટર્સમાંથી, 300થી વધુ મહિલાઓ, રંગબેરંગી બંધેજ ના ઝાકઝમાળ સાથે આ મીટમાં જોડાઇ હતી. સભ્યોએ આ થીમને હૃદયથી સ્વીકારી, એકસાથે આવીને એકબીજાને સહયોગ આપી પ્રાચીન હસ્તકલા સાથે  વ્યવસાયોને આગળ વધારવા માટેની તેમની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ આપ્યું. બાંધણી થીમ પસંદ કરવા પાછળ યુવિનનો હેતુ પ્રાચીન હસ્તકલા અને આધુનિક મહિલાઓના સાહસિક યત્નો વચ્ચે એક મજબૂત જોડાણ રચવાનો હતો.

આ ઇવેન્ટમાં સભ્યોએ આવનારી પ્રિ-નવરાત્રિ ઉજવણી માટે પણ આયોજન કર્યું, જેમાં પરંપરાગત મૂલ્યોને આધુનિક વ્યવસાયિક નવીનતાની સાથે જોડવાની ચર્ચા કરવામાં આવી. Uwin અલગ અલગ activities અને ઇવેન્ટસ્ દ્વારા પરંપરા સાથે તાલમેલમાં રહી મહિલાઓના વ્યવસાયોને સમર્થન આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

બાંધણી-આધારિત આ મીટ UWINની મહિલાઓના સશક્તિકરણ અને સ્થાનિક હસ્તકલાકારોના વિકાસ માટેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. આ રીતે, UWIN પરંપરાગત કલા અને સાહસિકતા વચ્ચેના અંતરને ઘટાડીને મહિલાઓને એક મજબૂત પ્લેટફોર્મ પ્રદાન કરે છે.

વધુ માહિતી માટે સંપર્ક કરો:

ઉદ્યમિતા વુમન ઇનિશિયેટિવ નેટવર્ક (UWIN)
વેબસાઇટ: [www.uwinindia.com](http://www.uwinindia.com)

આવો સાથે મળીને આપણી સંસ્કૃતિના રંગોને ઉજવીએ અને મહિલાઓના સાહસિક યત્નોને સમર્થન આપીએ!

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અરવિંદભાઈની આમળાની અધધધ આવક…આઠ પાસ અરવિંદભાઈ કોઈ મલ્ટિનેશન કંપનીના સીઈઓ જેટલી વાર્ષિક આવક મેળવે છે

પ્રાકૃતિક ખેતી – અમદાવાદ જિલ્લો અમદાવાદ, સંજીવ રાજપૂત: ‘આમદાની અઠન્ની, ખર્ચા…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઓપરેશન સિંદૂરને વધાવવા અમદાવાદમાં આયોજિત તિરંગા યાત્રા બાઈક રેલીમાં જોડાયા

અમદાવાદ, સંજીવ રાજપૂત: ભારતીય સેનાના અપ્રતિમ શૌર્ય અને પરાક્રમના પ્રતીક ઓપરેશન…

અમદાવાદ ઝોન 6 પોલીસ અને સામાજિક સંસ્થાઓના સહિયારે પોલીસ પરિવારના બાળકો માટે સ્મર કેમ્પનું આયોજન કરાયું

અમદાવાદ, સંજીવ રાજપૂત: બાળકોનો રચનાત્મક અને સર્વાંગી વિકાસ થાય તેના માટે અમદાવાદ…

1 of 18

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *