અમદાવાદ, સંજીવ રાજપૂત: યાત્રાધામ અંબાજી લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. માં અંબાની અનન્ય ભક્તિથી યાત્રાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવે છે. તા. ૨૩/૦૫/૨૦૨૫ ના રોજ અમદાવાદના દીપેશ પટેલ અને જય ભોલે ગ્રુપ દ્વારા માતાજીના શૃંગાર માટે રૂ. ૫,૩૧,૦૦૦ની રકમના સોનાના કુંડળ અર્પણ કરવામાં આવ્યા છે.
જય ભોલે ગ્રુપ દ્વારા આ અગાઉ પણ સોનાની પાદુકા, ચામર, ઘંટી, અજય બાણ જેવી આધ્યાત્મિક બાબતો અર્પણ કરવામાં કરવામાં આવી છે. અમદાવાદના આધ્યાત્મિક ઉન્નતિ અને વિજ્ઞાનનો સમન્વય કરતા જય ભોલે ગ્રુપ દ્વારા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીનીની ઉપસ્થિતિમાં અંબાજી મંદિરને અર્પણ કરવામાં આવ્યા.