અમદાવાદ, સંજીવ રાજપૂત: પોલીસ કમિશનરઅમદાવાદ શહેરના ઓના માર્ગદર્શન હેઠળ શાહીબાગ પોલીસ મુખ્ય મથક ખાતેના પોલીસ પરિવારના બાળકોમાં વિવિધ કૌશલ્યો નો વિકાસ થાય તે હેતુથી શૈક્ષણિક ઉનાળુ વેકેશન દરમિયાન વેલ્ફેર પ્રવૃત્તિ અંતર્ગત વોકેશનલ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવેલ
જેમાં મુખ્ય અતિથિ તરીકે સવિતા જ્ઞાનેન્દ્રસિંહ મલિક,સંગીતા જયપાલસિંહ રાઠોડ, વર્ષા રવિ મોહન સૈનિ, ઉર્વશી અજીત રાજયાનનાઓ હાજર રહેલ અને આ સમર કેમ્પમાં ભાગ લેનાર બાળકો તથા તેમના વાલીઓ ની હાજરીમાં આર્ટ એન્ડ ક્રાફ્ટ, પેઇન્ટિંગ,બેડમિન્ટન, ડાન્સ તેમજ મહેંદી જેવી પ્રવૃત્તિઓ નો શુભારંભ કરવામાં આવેલ છે.