અમદાવાદ, સંજીવ રાજપૂત: ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ ગુજરાત પ્રવાસ અંતર્ગત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન તથા નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીના દીક્ષાંત સમારંભમાં સહભાગી થઈને કચ્છ જવા રવાના થયાં ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ તેમને અમદાવાદ એરપોર્ટ ખાતેથી ભાવસભર વિદાય આપી હતી.
આ પ્રસંગે અમદાવાદ શહેરનાં મેયર પ્રતિભાબહેન જૈન, રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોષી, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, એર માર્શલ નર્મદેશ્વર તિવારી, મેજર જનરલ ગૌરવ બગ્ગા, અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ. મલિક, ચીફ પ્રોટોકોલ ઓફિસર જ્વલંત ત્રિવેદી, અમદાવાદ કલેકટર સુજીત કુમાર સહિત વરિષ્ઠ અધિકારીઓ અને અફસરોએ પણ રાષ્ટ્રપતિશ્રીને ભાવસભર વિદાય આપી હતી.