 અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ સરદાર પટેલ સ્મારક શાહીબાગ ખાતે રાજસ્થાન યુવા મંચ અને સમસ્ત રાજપૂત સમાજ આયોજિત મહારાણા પ્રતાપ ની જન્મ જયંતિ નિમિતે “એક શામ દેશ કે નામ” કાર્યક્રમ યોજાયો હતો.

 આ વિશેષ કવિ સંમેલન કાર્યક્રમમાં દેશનાં જાણીતા કવિ દિનેશ બાવરા, રામ ભદાવર, રોહિત શર્મા, સોનલ જૈન, મન કુમાર, ગીરીશ ઠાકુર, વગેરે કવિઓએ દેશ પ્રત્યેના જુસ્સા ભરેલ કવિતાઓની જમાવટ કરી હતી. આ કાર્યક્રમનું વિશેષ આયોજન ભવાની સિંહ શેખાવતે કર્યુ હતું.

 આ વિશિષ્ટ કાર્યક્રમમાં અમદાવાદ શહેર ભાજપનાં નવનિયુક્ત પ્રમુખ શ્રી પ્રેરક શાહ હાજર રહ્યા હતાં.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં મેયર પ્રતિમા બેન જૈન, દરિયાપુર વિધાનસભાના ધારાસભ્ય કૌશિક જૈન, એલીસબ્રીજ વિધાનસભાના ધારાસભ્ય અમિત શાહ, ભાજપનાં પ્રદેશ પ્રવકતા યજ્ઞનેશ દવે, નરોડા વિધાનસભાનાં ધારાસભ્ય પલકબેન, કરણી સેનાના રાજ શેખાવત, ઉપરાંત વિવિધ રાજપૂત સમાજની સંસ્થાઓના અગ્રણી, મહાનુભાવો તેમજ રાજસ્થાન યુવા મંચનાં કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં અને આ કવિ સંમેલનનો આનંદ માંણ્યો હતો. આ ઉપરાંત એક નાના રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે 10 ઉપર બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.