અમદાવાદ, સંજીવ રાજપૂત: દલિત સમાજના વયો વૃદ્ધ વ્યક્તિઓ કે જેમને લાકડીના ટેકે પોતાની દૈનિક દિનચર્યા કરવાની હોય છે તેવા સમયે અનુસુચિત જાતિ સમાજના નિવૃત કર્મચારીઓ,છૂટક દૈનિક મજુરી કરતાં નાના કામદારો એવા સિનિયર સિટીઝનો એ સર્વ પ્રથમ સ્વયં વ્યક્તિગત ધોરણે આર્થિક ફાળો એકત્રિત કરીને સમગ્ર ગુજરાતના ગરીબ ઘરના બાળકોના શૈક્ષણિક વિકાસ માટે ” શિક્ષણ વિકાસ ટ્રસ્ટ” ની સ્થાપના કરીને ફતેવાડી, સરખેજ, અમદાવાદ ખાતે સરકારની વિવિધ એજન્સીઓ ,સમાજના ભામાશાઓના આર્થિક સહાયોગથી અધ્યતન ભવ્ય શૈક્ષણિક સંકુલનું નિર્માણ કાર્ય કરી રહ્યા છે.આ ભવ્ય સંકુલ નિર્માણ કાર્યમાં અમદાવાદ પશ્ચિમ સંસદિય વિસ્તારના પૂર્વ સાંસદ, પૂર્વ પેનલ સ્પીકર લોકસભા ડોક્ટર કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકીએ ” પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા” ના CSR ફંડમાંથી રૂપિયા 50,00000 લાખ જેવું માતબર દાન અપાવીને ડો બાબા સાહેબ આંબેડકરના શિક્ષણ વિકાસ મંત્રને સાર્થક કરવા માટે વંચિત સમાજના વિદ્યાર્થીઓને વૈશ્વિક રીતે આગળ લાવવા માટે ભારતના સ્વપ્ન દ્રષ્ટા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ ડો બાબા સાહેબ આંબેડકરના શિક્ષણ સેવા રથને આગળ ધપાવવા માટેનો શ્રેષ્ઠ પ્રયત્ન કર્યો છે. તેની સાથે સાથે તેમના પિતાશ્રી પીઢ શિક્ષણ કેળવણીકાર, સ્વાતંત્ર સેનાની દિવંગત પ્રેમજીભાઈ બાલચંદ્ર સોલંકી દ્વારા અપાયેલા સંસ્કારોને પણ મુર્તિ મંત કર્યા છે.