Ahmedabad

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ રક્તદાન દિવસની ઉજવણી કરાઈ

અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલમાં વર્લ્ડ બ્લડ ડોનેશન દિવસની સેવાભાવ સાથે ઉજવણી કરાઇ હતી. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીની અધ્યક્ષતામાં સિવિલ હોસ્પિટલ ખાતે આ ઉજવણી કરાઇ . જેમાં સિવિલ હોસ્પિટલના જુનિયર ડૉકટર્સ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતુ. જેમાં અગ્ર સચિવ સહિતના મહાનુભાવોએ રક્ત દાન કર્યું હતુ. જેમાં કુલ ૨૦૬ યુનિટ બ્લડ કલેક્ટ કરાયું હતું.

તદ્ઉપરાંત આ કાર્યક્રમમાં બ્લડ ડોનેશન સાથે સંકળાયેલી અમદાવાદ શહેરની 10 સંસ્થાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતુ.
વર્લ્ડ બ્લડ ડોનેશન દિવસની ઉજવણીને વધુ સાર્થક કરવા ઇન્ટાસ કંપની દ્વારા દર્દીઓના હિતાર્થે રૂ.80 લાખના ખર્ચે ચાર કોટ વાળી બ્લડ કલેકશન વાન અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા રૂ.28 લાખના કિંમતની બ્લડ ટ્રાન્સપોર્ટ વાન સિવિલ હોસ્પિટલમાં દાન કરવામાં આવી હતી.
આ બ્લડ કલેકશન વાનમાં એક સાથે ચાર વ્યક્તિઓ બ્લડ ડોનેટ કરી શકશે. તેમજ બ્લડ ટ્રાન્સપોર્ટ વાન શહેરમાં વિવિધ સ્થળોએ ફરીને બ્લડ કલેકટ કરવામાં મદદરૂપ બનશે.

આ સમગ્ર કાર્યક્રમમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી, સરકારી સ્પાઇન ઇન્સ્ટીટ્યુટના ડાયરેક્ટર ડૉ. પિયુષ મિત્તલ , યુ.એન.મહેતા હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. ચિરાગ દોશી, કિડની ઇન્સ્ટીટયુટના ડાયરેક્ટર ડૉ. પ્રાંજલ મોદી, સિવિલ હોસ્પિટલ ના એડિશનલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રજનીશ પટેલ સહિત મોટી સંખ્યામાં તબીબો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શ્રમેવ જયતે’ અભિગમ : રાજ્યના પ્રથમ ‘શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકાર્પણ કરતા રાજ્યના મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પ્રથમ શ્રમિક…

મુખ્યમંત્રીની અમદાવાદમાં ગુરુદેવ રાકેશજીની પધરામણીના ૨૦ વર્ષ પૂરા થવાના અવસરે પ્રોત્સાહક ઉપસ્થિતિ

અમદાવાદ, સંજીવ રાજપૂત: શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર, અમદાવાદ કેન્દ્ર અને શ્રીમદ્…

મુખ્યમંત્રીના હસ્તે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-૨૦૨૪’નો પ્રારંભ

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ રિવરફ્રન્ટ ઇવેન્ટ…

1 of 9

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *