Ahmedabad

Space Gen: Chandrayaan પહેલાં અભિનેતા નકુલ મહેતા અમદાવાદમાં ફ્લાવર શો અને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026માં રહ્યા ઉપસ્થિત

અમદાવાદ, એબીએનએસ:
આ વખતે ગુજરાતની ફિઝામાં માત્ર પતંગો નહીં, દેશનો ગર્વ પણ આકાશે ઉડતો દેખાયો. ઉત્તરાયણ દરમિયાન યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં અભિનેતા નકુલ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા. તેમણે પતંગ ઉડાવ્યા, ચાહકો સાથે મુલાકાત કરી અને જિયો હોટસ્ટાર પર આવનારી પોતાની નવી સીરિઝ Space Gen: Chandrayaan વિશે વાત કરી.

આ મુલાકાત ભારતના વૈજ્ઞાનિકોના અડગ મનોબળને સમર્પિત હતી—જેઓએ ચંદ્રયાન-2ની નિષ્ફળતા પછી હિંમત ન હારી અને તેને ચંદ્રયાન-3ની ઐતિહાસિક સફળતામાં ફેરવી. આ સીરિઝ ભારતના ઐતિહાસિક ચંદ્ર મિશન પાછળની ભાવનાત્મક, માનવીય અને વૈજ્ઞાનિક યાત્રાને જીવંત રીતે રજૂ કરે છે.

ઉજવણીમાં વધુ રંગ ઉમેરતાં, નકુલ મહેતા અમદાવાદ ફૂલ શોમાં પણ ગયા, જ્યાં ફૂલોથી તૈયાર કરાયેલું ભવ્ય ચંદ્રયાન રોકેટ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું. અહીં તેમણે ચાહકો સાથે તસવીરો ક્લિક કરી અને ઉત્સાહ વહેંચ્યો. આ અનુભવ Space Gen: Chandrayaanની આત્માને પ્રતિબિંબિત કરતો હતો—અડચણો સામે અડગ રહેવાની અને દ્રઢ સંકલ્પની કહાની—જે 23 જાન્યુઆરીએ જિયો હોટસ્ટાર પર રિલીઝ થવા જઈ રહી છે.

આ અવસરે નકુલ મહેતાએ જણાવ્યું,
“ઉત્તરાયણ દરમિયાન ગુજરાતના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હાજર રહેવું મારા માટે ખૂબ ભાવુક અનુભવ હતો. જે શો પર મને ગર્વ છે, તેને અહીં લાવવાનો આનંદ અદ્વિતીય છે. આ માત્ર એક સીરિઝ નથી; આ ભારતની ભાવનાનો ઉત્સવ છે. Space Gen: Chandrayaan લચીલા મનોબળનું પ્રતિનિધિત્વ કરે છે—નિષ્ફળતાનો સામનો કરવાની, તેમાંથી શીખવાની અને વધુ મજબૂત બનીને ફરી ઊભા થવાની હિંમત. નવા આરંભોને ઉજવતા તહેવાર દરમિયાન અહીં હોવું ખૂબ શક્તિશાળી લાગ્યું. 23 જાન્યુઆરીથી જિયો હોટસ્ટાર પર દર્શકો આ શો અનુભવશે તે માટે હું ઉત્સાહિત છું.”

તેમણે આગળ ઉમેર્યું,
“આ સીરિઝ પરંપરાગત અંતરિક્ષ કથાથી આગળ જાય છે. તેમાં ચંદ્રયાન-2 પછી હાર ન માનનારા અને ચંદ્રયાન-3ને સફળ બનાવનાર વૈજ્ઞાનિકોની માનવીય કહાની પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ દ્રઢતા, ટીમવર્ક અને વિશ્વાસની કહાની છે. આવા અનસંગ હીરોને આગળ લાવતી પ્રોજેક્ટનો ભાગ બનવું મારા માટે ગૌરવની વાત છે.”

ફૂલ શોમાં મૂકાયેલ ચંદ્રયાન ઇન્સ્ટોલેશન અંગે નકુલ મહેતાએ કહ્યું,
“ફૂલોથી બનેલા ચંદ્રયાન રોકેટની બાજુમાં ઊભા રહેવું અદભુત લાગ્યું. તે ભારતામાં વિજ્ઞાન અને સંસ્કૃતિ કેવી રીતે સહઅસ્તિત્વ ધરાવે છે તેનો સુંદર પ્રતીક છે. ત્યાં ચાહકો સાથેની મુલાકાતે મને સમજાયું કે આ મિશન દરેક ભારતીયનું છે—આ આપણું સામૂહિક ગૌરવ છે. મને આશા છે કે Space Gen: Chandrayaan યુવા મનને નિર્ભય સપનાં જોવા અને setbacks બાદ પણ ઇતિહાસ રચી શકાય છે તે વિશ્વાસ આપશે.”

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદના આંગણે સૂરદાસશેઠની પોળ ૫૭૫ અંજનશલાકાની શાલગીરી ઉત્સવનો પ્રારંભ. મેયર રહ્યા ઉપસ્થિત

અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજનગરના આંગણે સુરદાસ શેઠની પોળ, માંડવીની પોળ, અમદાવાદ…

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ હિમાચલ પ્રદેશના પ્રતિનિધિ મંડળ સાથે અમદાવાદ ફ્લાવર શો અને અટલબ્રિજની મુલાકાત લીધી

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાતની મુલાકાતે પધારેલા હિમાચલ પ્રદેશના સાંસદઓ…

અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે આદિ શંકરાચાર્ય ગ્રંથાવલીનું વિમોચન કરાયું

અમદાવાદ, એબીએનએસ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે અમદાવાદ ખાતે…

1 of 27

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *